વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાતનો પ્રવાસ કરશે. ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવશે. નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇને તંત્રને કામ અંગેની તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
૧૨મી જુલાઇ રથયાત્રા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત સાયન્સ સીટી ની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલ એકવીરિયમ નું ઉદઘાટન કરશે. એ ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલ હોટેલનું પણ ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી તંત્રને તમામ કામગીરીને દસ દિવસમાં પૂર્ણ કરી લેવાના ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં દેશ-વિદેશની માછલીઓ જોવા મળશે. તેમની સાથે એક્વેરિયમમાં સ્કૂબા ડાઇવિંગની મજા પણ માણી શકાશે. સાયન્સ સીટી ની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવતા કહ્યું છે કે, 50 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.