સુરત(Surat): હીરાબાગ(Hirabag) નજીક મંગળવારે એટલે કે ગઈકાલે મોડી રાત્રે લકઝરી બસ(Luxury bus)માં અચાનક જ આગ(Fire bus) લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટતા ગણતરીની સેકન્ડોમાં જ આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા અંદર જ ફસાઈ જતાં તે આગમાં જીવતી સળગી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ ન આપવામાં આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે તેને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને ત્યારબાદ અચાનક જ આગ ભભકી ઉઠી હતી. આગ લાગ્યા પછી બસના નીચેના ભાગમાં તાપમાન વધી ગયું હતું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટતા જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
લકઝરી બસના ડ્રાઇવરના કહ્યા અનુસાર, હીરાબાગ નજીકથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને મારી બસની નજીક આવ્યો અને મને કહેવા લાગ્યો કે તમારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળી રહ્યા છે, એટલે મેં તાત્કાલિક જ બસ ઊભી રાખી અને પાછળના ભાગમાં જઈને જોયું તો એટલીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.