સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતાં પશુ આહારના દરમાં બોરી દીઠ રૂપિયા 65નો વધારો કરવામાં આવ્યો છે. 65 કિલોની પશુ આહારની બોરી અગાઉ રૂપિયા 1170માં મળતી હતી જે હવે 1235 રૂપિયાના ભાવે આપવામાં આવશે. જેથી પશુ આહાર કિલોદીઠ એક રૂપિયો એટલે કે 65 કિલોની બોરી 65 રૂપિયા મોંઘી બનતા પશુપાલકો માટે ખર્ચનો બોજ વધ્યો છે.
સુમુલ ડેરી દ્વારા પશુ આહારમાં ભાવ વધારો 65નો કરાયો તે અગાઉ ગત ઓગસ્ટ માસમાં પણ રૂપિયા 140નો વધારો કરવામાં આવ્યો હતો. જેથી પશુપાલકોને પશુના દાણમાં દિવસેને દિવસે અસહ્ય વધારો થઈ રહ્યો હોવાનું રાકેશ ભરવાડે જણાવ્યું હતું.
સુમુલ ડેરી દ્વારા બે દિવસ અગાઉ ગાયના દૂધના કિલોફેટ દિઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાના બે જ દિવસ પછી પશુદાણના ભાવમાં વધારો થતાં હવે ફરી દૂધના ભાવ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.