ભારતીય લોકો માટે મોબાઈલ ગેમ હવે મનોરંજનને બદલે નશો બની ગયો છે. લોકો તેમાં એટલા મશગુલ થયા છે કે ભાન ભૂલી રહ્યા છે. લેટેસ્ટ મામલો મધ્યપ્રદેશના છીંદવાડામાં સામે આવ્યો છે. અહીં પબજી રમી રહેલા એક યુવકે મિશન પૂરું કરવાની ધૂનમાં ભૂલથી પાણીને બદલે એસિડ પી લીધું. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક ગેમ રમવામાં મશગુલ હતો અને તેને ખુબ જ તરસ લાગી હતી. તરસ છીપાવવા માટે નજીક રાખેલી એસિડની બોટલ પી ગયો. પેટમાં જલન થયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ડોક્ટરે જણાવ્યું કે એસિડને કારણે તેના આંતરડાઓ ચોંટી ગયા છે. પરંતુ હવે તેની હાલત પહેલા પણ સારી બતાવવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર આ યુવક મૂળ છીંદવાડાનો છે અને હાલમાં તે ભોપાલમાં રહે છે. હાલમાં તેની હાલત ખતરાની બહાર છે. યુવકનો ઉપચાર કરનાર ડોક્ટર મનન ગોગીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે 25 વર્ષનો યુવક ઘરના આંગણામાં ગેમ રમી રહ્યો હતો. તે ગેમ રમવામાં એટલો મશગુલ હતો કે તેને પાણીને બદલે એસિડ પી લીધું. તેનાથી તેના આંતરડાઓ બળી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે એસિડ પીવાને કારણે તેના પેટમાં અલ્સર થઇ ગયું છે અને આંતરડા ચોંટી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત યુવકને નાગપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે.
ડૉ. મનન ગોગાઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સૌથી વધારે હેરાન કરતી બાબત હતી કે આ દુર્ઘટના પછી પણ તેને કોઈ ફરક પડ્યો નહીં. તે ઉપચાર દરમિયાન પણ પબજી રમતો હતો. તેને ગેમ રમવાની ખરાબ લત લાગી છે. ઘણું સમજાવવા છતાં પણ તે માન્યો નહીં.
સૌ પ્રથમ તમિલનાડુ પછી મધ્યપ્રદેશમાં પણ પબજી બેન કરવાની માંગ ઉઠી છે. ભાજપા વિધાયક યશપાલ સિંહ સીસોદીયા ઘ્વારા વિધાનસભામાં પબજી બેન કરવા માટે માંગ કરી હતી. તેમને જણાવ્યું કે આ ગેમ ડ્રગ કરતા પણ વધારે ખતરનાક બની રહી છે. બાળકો અને યુવાઓ આખી રાત આ રમત રમવામાં મશગુલ હોય છે. આ ગેમને કારણે તેઓ ખાવાનું અને પીવાનું પણ ભૂલી જાય છે. જયારે સાત રાજ્યોની સરકાર આ ગેમ પર પ્રતિબંધ લગાવી ચુકી છે.