મધ્યમ વર્ગીય લોકોની ચિંતામાં વધારો, શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ થઈ રહ્યો છે સતત ભાવ વધારો 

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ તમામ વસ્તુઓમાં ભાવવધારો જોવાં મળ્યો છે. જેને કારણે આર્થિક સંકડામણ અનુભવતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

છેલ્લા કેટલાંક સમયથી એક બાદ એક માઠા સમાચાર આવી રહ્યા છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં પોતાનો કહેર પ્રવર્તાવ્યો છે. આની સાથે જ મોંઘવારીએ પણ માથુ ઉચક્યુ છે. દેશમાં મોંઘવારીએ ફુગાવાને લીધે શાકભાજી પછી હવે કઠોળના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે કઠોળના ભાવમાં વધારો થઈ જતાં સામાન્ય માણસની માટે જીવવુ ખુબ જ મુશ્કેલ બન્યુ છે.

ગયા વર્ષે સપ્ટેમ્બર માસની સરખામણીમાં આ વર્ષે કઠોળના ભાવમાં કુલ 20-30% નો ઉછાળો આવ્યો છે.દેશમાં તહેવારોની શરૂઆતની સાથે-સાથે કઠોળના ભાવમાં થે રહેલાં વધારા અંગે ખાદ્ય તથા ગ્રાહક બાબતોના મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયનું જણાવવું છે કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. રોજ બધાં જ પ્રકારના કઠોળના ભાવ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં કઠોળના ભાવ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહેલાં છે.

લોકડાઉન બાદ કઠોળના ભાવમાં કમરતોડ વધારો થયો :
સમગ્ર દેશમાં લોકડાઉન થયા બાદ કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. એની શરૂઆત દાળથી થાય છે. બજારમાં દાળનો ભાવ કુલ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ચણાની દાળના ભાવ સતત વધતાં જાય છે. ત્યારપછી એની અસર મગની દાળ, અડદની દાળ પર પણ પડશે. બજારમાં અડદની દાળ કુલ 80-90 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. વેપારીઓનું જણાવવું છે કે, કોરોનાનાં આવા સમયમાં નબળા ઉત્પાદનને કારણે કઠોળના ભાવમાં ઉછાળો જોવાં મળી રહ્યો છે.

કઠોળના ભાવ કેમ વધી રહ્યા છે?

જો, આપણે દિલ્હી-NCR વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી કઠોળના ભાવમાં તેજી જોવાં મળી રહી છે. શાકભાજીનાં ભાવો આસમાને પહોંચી જતાં લોકો કઠોળ બાજુ વળે છે. આમ કઠોળની જરૂરિયાત સતત વધતી જાય છે. રોજબરોજની થાળીમાં શું પીરસવુ એ ગૃહિણીઓની માટે વિકટ સમસ્યા બની રહી છે. વેપારીઓ તકનો લાભ ઉઠાવી રહ્યા છે. જે સમય લોકડાઉનમાં ખોટ કરી એની પુરતી કમાણી કરવાં માટે મથી રહ્યા છે. આમ ગ્રાહકોની સામે હાલમાં ચારેયબાજુ લૂંટ ચાલી રહી છે.

બીજી બાજુ દુકાનદારોનું જણાવવું છે કે, મોંઘવારી એમને પણ અવરોધરૂપ બની રહી છે. વેપારીઓ જણાવતાં કહે છે કે, ચણાની દાળના ભાવમાં સતત વધારો ઉત્પાદનમાં ઘટાડો થવાને લીધે થયો છે. જૂનો સ્ટોક સમાપ્ત થવો ફુગાવા માટેનું એક કારણ હોઈ શકે છે. દુકાનદારોનાં મત મુજબ નવી ખરીદી મોંઘી થઈ રહી છે. જેને કારણે મગ, અડદ તથા ચણાની દાળના ભાવ પણ સતત વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *