મહારાષ્ટ્ર(Maharashtra): પુણે(Pune)માં 24 વર્ષીય સેનાના જવાને તેની પત્ની અને સાસરિયાંના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર સૈનિકની ઓળખ ગોરખ નાનાભાઈ શેલાર તરીકે થઈ છે. તે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. આત્મહત્યા કરતા પહેલા સૈનિકે એક વીડિયો બનાવ્યો અને સુસાઈડ નોટ લખી. પોલીસે તેને જપ્ત કરી લીધો છે. સુસાઈડ નોટ અને વીડિયોના આધારે પોલીસે કોન્સ્ટેબલની પત્ની અને સસરા સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે.
અશ્વિની યુવરાજ પાટીલ, યુવરાજ પાટીલ, સંગીતા યુવરાજ પાટીલ, યોગેશ પાટીલ અને ભાગ્યશ્રી પાટીલ વિરુદ્ધ વાનવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે ગોરખ નાનાભાઈ શેલારના ભાઈ કેશવ પાટીલે ફરિયાદ નોંધાવી છે. વાનવાડી પોલીસ હવે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થઈ શકે છે.
લગ્નના એક વર્ષમાં જ કરી લીધી આત્મહત્યા
પોલીસને આપેલી ફરિયાદમાં પાટીલે આરોપ લગાવ્યો છે કે, મારા ભાઈએ લગ્નના માત્ર એક વર્ષમાં જ આત્મહત્યા કરી લીધી છે. 16 ફેબ્રુઆરી 2021 થી 6 ફેબ્રુઆરી 2022 સુધી મારા ભાઈની પત્ની અશ્વિનીએ તેને માનસિક ત્રાસ આપ્યો હતો.
અશ્વિનીના મામાના ઘરના લોકો પણ ગોરખને પરેશાન કરતા હતા. કૌટુંબિક હિંસા ધારા હેઠળ કેસ દાખલ કરવાની ધમકી આપીને તેની સામે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. સતત માનસિક અને શારીરિક પીડાથી કંટાળીને તેણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.