હાલમાં ગુજરાત વિધાનસભામાં (Gujarat Budget) બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં અલગ-અલગ મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે સવાલ-જવાબ અને અલગ-અલગ મુદ્દે તિખારા થઈ રહ્યા છે, પરંતુ હવે કોંગ્રેસ ના ધારાસભ્યો ટપોરી છાપ બનીને બિનસંસદીય શબ્દો બોલીને વિધાનસભા ગૃહની ગરીમા ને લજવી રહ્યા છે.
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશ (punjabhai vansh) વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) માટે ‘ટપોરી’ શબ્દ વાપરીને હોબાળાને સમર્થન આપ્યું હતું. ભાજપના નેતાઓ અને મંત્રીઓ પર આરોપ મૂકવામાં અવ્વલ રહેલા કોંગ્રેસી ધારાસભ્યો હવે સંસ્કાર પણ ભૂલી ચૂક્યા છે અને બિનસંસદીય શબ્દો વાપરીને ગુજરાતની ગરિમાને ભજવી રહ્યા છે.
ગાંધી ના ગુજરાતની વાત કરનારા કોંગ્રેસી નેતાઓ જ હવે અપશબ્દો બોલીને ગાંધીજીને શરમ માં મૂકી રહ્યા છે. અગાઉના ચાર વર્ષમાં આવા શબ્દો હજી સુધી ઉચ્ચારવામાં આવ્યા નહોતા અને આ પુંજા વંશના આ શબ્દો સાંભળતા કોંગ્રેસના અડધાથી વધુ ધારાસભ્યો પણ આ મુદ્દે ચુપ રહ્યા હતા. કારણ કે જે શબ્દ પ્રયોગ થયો તે અનુઉચિત હતો.
પુંજા વંશે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટપોરી કહીને બોલાવ્યા હતા. જેને કારણે ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ અપશબ્દ બોલનાર પૂંજા વંશ ને સસ્પેન્ડ કરાવવા માટે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને દરખાસ્ત મૂકી હતી. જેને જીતુ વાઘાણીએ સમર્થન આપ્યું. જેને લઇને પૂંજા વંશને સાત દિવસ માટે વિધાનસભા ગૃહમાં થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સ્પીકરની કાર્યવાહીને લઇને નારાજ થયેલા કોંગ્રેસી ધારાસભ્યો વોક આઉટ કરી ગયા હતા અને પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સવાલ જવાબ કરીને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે નારેબાજી કરી ને ગૃહમાંથી ચાલતી પકડી ને લોકશાહીને પણ બદનામ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.