અર્થવ્યવસ્થા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જે અંગે હું ઘણા મહિનાઓથી ચેતવણી આપી રહ્યો હતો, તે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ પણ સ્વીકાર્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ દ્વારા આ વાત કહી છે. બુધવારે સવારે રાહુલે પોતાના ટ્વીટ દ્વારા એક ન્યુઝ પેપરના સમાચાર પણ શેર કર્યા છે. આ સમાચારમાં આરબીઆઈનો અહેવાલ લખ્યો છે.
આરબીઆઈના રિપોર્ટમાં (RBI Report) કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોનાને કારણે મોટો આંચકો મળ્યો છે, ગરીબોને વધુ નુકશાન થયું છે, તેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં લાંબો સમય લાગશે. આ સિવાય રાહુલ ગાંધીએ શેર કરેલા સમાચારોમાં એમ પણ લખ્યું છે કે, સરકારે કોર્પોરેટ ટેક્સ રેટમાં જે રોકાણ ઘટાડ્યું છે તેનાથી રોકાણને પ્રોત્સાહન મળ્યું નથી, પરંતુ કંપનીઓ તેનો ઉપયોગ દેવું અને રોકડ સંતુલન ઘટાડવા માટે કરે છે.
RBI has now confirmed what I have been warning for months.
Govt needs to:
Spend more, not lend more.
Give money to the poor, not tax cuts to industrialists.
Restart economy by consumption.Distractions through media won’t help the poor or make the economic disaster disappear. pic.twitter.com/OTDHPNvnbx
— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2020
આરબીઆઈના આ અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારને સૂચનો આપ્યા છે. રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું કે, સરકારે હવે વધારે ખર્ચ કરવાની જરૂર છે, લોન આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગકારોનો ટૈક્સ માફ ન કરો. ખપતની સાથે અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરો.” આ સૂચન આપતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અરીસો બતાવવાની કોશિશ પણ કરી હતી. રાહુલે કહ્યું હતું કે, મીડિયા દ્વારા ડરાવવાથી ગરીબોને મદદ નહીં મળે અને આર્થિક આપત્તિ પણ દૂર થશે નહીં.
નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસના રોગચાળાને કારણે દેશમાં ઘણા સમયથી લોકડાઉન થઈ રહ્યું છે. આનાથી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. અર્થતંત્રને વેગ આપવાના હેતુસર સરકારે મોટું બજેટ બહાર પાડ્યું છે અને ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધી સતત કહેતા આવ્યા છે કે, સરકાર માત્ર કર માફ કરે છે, લોન આપે છે જ્યારે જરૂરિયાત એ છે કે, ખપત વધારવી જોઇએ અને ગરીબો પાસે પૈસા ન હોય ત્યાં સુધી અર્થવ્યવસ્થાની સાંકળ ચાલી નહીં શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews