AAP ના નેતાઓએ ઘૂંટણસમા પાણીમાં વલસાડ અને નવસારીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું કર્યું વિતરણ 

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. જેમ દરેક જનસભામાં દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટી ને આમ જનતા નો સહયોગ મળે છે એમ આ વખતે પણ બનાસકાંઠા માં ડીસા શહેરના અને આજુબાજુના વિસ્તારો માંથી યુવાનો, વૃદ્ધો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં આ જનસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લોકો નો આ જ સહયોગ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની ઐતિહાસિક જીત સાબિત કરે છે.

આ જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને અન્ય પ્રદેશ નેતાઓ નું હાર અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનસંવાદ કાર્યક્રમમાં હાજર રહેલ જનમેદની માંથી લોકો એ પોતાની વેદના અને પ્રશ્નો આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ મૂક્યા હતા, અને ‘આપ’ નેતાઓ દ્વારા તેના ઉકેલો અને પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આજે ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી તેઓ શિવસેનાના ધારાસભ્યોને ખરીદીને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવે છે. બદલામાં જનતાને શું મળ્યું? વીજળી ના ભાવમાં વધારો. ગુજરાતમાં પણ આજે વીજળી ના ભાવમાં વધારો થયો છે. ગુજરાતના લોકો પ્રતિ યુનિટ 7 થી 8 રૂપિયા ચૂકવી રહ્યા છે. આખા દેશમાં ક્યાંય વીજળી એટલી મોંઘી નથી. જ્યારે દિલ્હીમાં 73% લોકો નું વીજળીનું બિલ આજે શૂન્ય આવે છે.

મફત વીજળી આપવા છતાં દિલ્હી પર કોઈ દેવું વધ્યું નથી. બીજી તરફ ભાજપે ગુજરાતને પોકળ કરી નાખ્યું છે. આજે ગુજરાત રાજ્ય પર 3.50 લાખ કરોડનું દેવું છે. દર વર્ષે આ લોનમાં 30 થી 35 હજાર કરોડનો વધારો થાય છે. ગુજરાતમાં જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તે 48000 રૂપિયાનો દેવાદાર બની જાય છે. મને ડર છે કે ભાજપને કારણે આપણા દેશની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યુ ત્યારે ભારત પર 56 લાખ કરોડનું દેવું હતું અને આજે દેશ પર 139 લાખ કરોડનું દેવું છે.

ઇસુદાન ગઢવી એ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે કેરળમાં જ્યાં શિક્ષિત લોકો વસે છે ત્યાં આજ સુધી ભાજપને 5%થી વધુ વોટ મળ્યા નથી અને પંજાબમાં પણ ભાજપનો સફાયો થયો છે. અને આખી દુનિયાએ દિલ્હીનો ઈતિહાસ જોયો છે, આજે દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ નામ માટે જ રહી ગયા છે. આ વખતે ગુજરાતની જનતાએ એ જ કરવાનું છે અને ગુજરાતમાં ભાજપનો સફાયો કરવાનો છે.

ગુજરાતમાં જે ઝડપે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે તે જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જનતાએ આમ આદમી પાર્ટી ને પસંદ કરી છે. આવનારા સમયમાં જનતા ભાજપ અને કોંગ્રેસ ને કારમી હાર આપવા તૈયાર છે. આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા ની આ ભાગીદારી ગુજરાતના ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, વરસાદી વાતાવરણ વચ્ચે આટલી મોટી ભીડ નું આવવું આમ આદમી પાર્ટી માટે સારી નિશાની છે અને જનતાના આવા સમર્થનને કારણે જ ભાજપ કોંગ્રેસમાં ભય ફેલાયો છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે 27 વર્ષથી બીજેપી સતત જીતી રહી છે પરંતુ આવનારી ચૂંટણી માત્ર આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ લોકો માટે પણ કસોટી છે. ગુજરાત ને ભાજપ થી બચાવવા આમ આદમી પાર્ટીની સાથે સાથે જનતાએ પણ આ વખતે મહેનત કરવી પડશે.

ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કેવા પ્રકારની સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે સખત-પ્રમાણિક સરકાર જોઈએ છે કે ભ્રષ્ટ સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતમાં આ વખતે સરકાર શિક્ષિત લોકોની બને કે અભણ લોકોની. દિલ્હીની જનતાએ શિક્ષિત લોકોની સરકાર પસંદ કરી, જેના કારણે આજે દેશની શ્રેષ્ઠ વ્યવસ્થા દિલ્હીમાં છે. 2 દિવસ પહેલા ફરી વીજળી ના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ દિલ્હી અને પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં લોકોને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે, આ શક્ય બન્યું છે કારણ કે ત્યાં સાફ નિયત વાળી પ્રામાણિક આમ આદમી પાર્ટીની સરકાર છે.

આ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી ઉપરાંત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, સ્પોર્ટ્સ વિંગ પ્રદેશ પ્રમુખ રવિ પ્રજાપતિ, બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રમેશ પટેલ, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ નવીન પટેલ અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો તથા બનાસકાંઠા લોકસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *