ગુજરાત(Gujarat): રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનું ચોમાસું(Monsoon) જામી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ(Heavy rain) ખાબકશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે. જો કે, બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓએ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.
રાજ્યના 98 તાલુકાઓમાં મેઘરાજા થયા મહેરબાન:
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 98 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ગોંડલ , પોરબંદરના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મનમુકીને વરસાદ ખાબક્યો છે. જેનાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઇકાલે રાત્રે 8 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસ્યો વરસાદ ખાબક્યો?
જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ અને કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ અને નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે વડિયામાં 1 ઈંચ, ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.