હાલ રાજસ્થાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે આખા વિશ્વ માટે કોરોનાના આ મુશ્કેલીભર્યા સમયમાં માનવતાની મિસાલ રજૂ કરી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના પાલીમાં વૃદ્ધ મહિલાએ એક યુવક માટે પોતાની હોસ્પિટલની પથારી છોડી દીધી છે. મહિલા પોતે જ ઓક્સિજન દ્વારા શ્વાસ લઇ રહી હતી. પરંતુ યુવકનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણના કારણે વધુ ખરાબ હતું.
તેથી આ મહિલાએ પોતે વ્હીલચેર પર બેસી બેડ માટે રાહ જોવાનો નિર્ણય કર્યો અને હોસ્પિટલ દ્વારા તેમને જે પથારી આપવામાં આવી હતી, તેમણે એ પથારી તે યુવકને આપી દીધી, જેથી તેની સમયસર સારવાર થઈ શકે છે. મળતી માહિતી મુજબ, પાલીના રાણા ગામની રહેવાસી 60 વર્ષીય લેહર કંવરમાં કોરોનાના લક્ષણો મળ્યા હતા અને શુક્રવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પાલીના બાંગડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
4 કલાક ઓપીડીમાં વ્હીલચેર પર રાહ જોયા બાદ લેહરને એક પથારી મળી. પરંતુ ત્યારે તેમની નજર અસ્વસ્થ એક યુવક પર પડી. ગાડીમાં 40 વર્ષિય બાબુરામ મૃત્યુ અને જીવનની લડાઈ લડી રહ્યા હતા. બાબૂલાલ પણ કોરોના સંક્રમિત છે અને તેની સ્થિતિ વધુ ખરાબ હતી.
લેહર કંવરે જ્યારે પીડિત બાબૂરામને જોયો, તો તેની પતિને બોલાવી આખી સ્થિતિ અંગે જાણકારી મેળવી. ત્યારબાદ લેહરે ડોક્ટરને બોલાવીને તેની પથારી બાબૂરામને આપવાની વિનંતી કરી. લેહરે જણાવ્યું કે, મેં મારું જીવન જોઇ લીઘું છે અને મારા બાળકોના પણ લગ્ન થઈ ચુક્યા છે. તેના નાના-નાના બાળકો છે, માટે પહેલા તેની સારવાર કરો.
તેમણે કહ્યું કર, મારી પથારી આમને આપી દો, હું હજી થોડીક વાર વ્હીલચેર પર રાહ જોઇ લઇશ. જ્યારે લેહરે આ નિર્ણય લીધો, ત્યારે બાબૂરામનો ઓક્સિજન લેવલ 43 પર પહોંચી ગયો હતો અને જો તેને સમયસર સારવાર ના મળેત તો તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.