ચુંટણીના વિવાદમાં જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની કરવામાં આવી હત્યા- જાણો સમગ્ર ઘટના

આજકાલ હત્યાના કેસોમાં સતત હત્યાના કેસો સામે આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશભાઈની આજે બપોરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધર્મેશભાઈ ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓને શોધી કાઢવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં ટીમો કામે લાગી હતી. આ દરમિયાન આરોપીઓ રાજકોટ તરફ આવ્યાની અને ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયાની તથા ત્યાંથી રાજસ્થાન ભાગી જવા વાહન શોધી રહ્યાની બાતમી મળતા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તાલુકા પોલીસની 2 ટીમો ત્યાં પહોંચી ગઈ હતી.

પરંતુ આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા અઢીથી ત્રણ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે દોડીને પીછો કરીને તેમને પકડી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળાનો સમાવેશ થયો છે. ત્રણેય આરોપીને જુનાગઢ એસઓજીને સોંપી દેવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મે પરમારની હત્યા કરવામાં આવી હતી. લાખાભાઈના પુત્ર ધર્મેશ સ્કૂટર પરથી બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ધર્મેશ પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. જોકે, લાખાભાઈના દીકરાની હત્યાના સમાચારો વાયુવેગે પ્રસરાઈ જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા હૉસ્પિટલે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા જૂનાગઢ SP, LCB સહિતનો પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. પોલીસ દ્વારા આસપાસના સ્થળોનાં સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

પરંતુ, આ હત્યાનું હજુ સુધી કારણ સામે આવ્યું નથી. ધાર્મિક નગરી તરીકે ઓળખાતું અને સંતોનું નગર જૂનાગઢ જાણે કે આવારા તત્વોના હવાલે થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન હત્યારાઓ અન્ય રાજ્યોમાં ભાગી જાય તે પહેલાં તેને પકડી પાડવામાં આવ્યા છે. અને હવે તેની પાસેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *