સુરત(Surat): ઇન્ડિયન નેવીના(Indian Navy) ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના (Tapi River) કિનારે વસેલું શહેર સુરતનું (Surat) નામ પણ બાકાત નથી રહેતું. સુરતનું ગૌરવ વધારતા અહેવાલો જણાવી રહ્યા છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 મેના રોજ ભારતીય નૌસેનાના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને લોન્ચ કરશે. આ યુદ્ધ જહાજો ‘સુરત’ અને ‘ઉદયગીરી’ છે. સુરત એ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે અને ઉદયગીરી એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો 17 મેના રોજ મુંબઈમાં મઝાગોન ડક્સ લિમિટેડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવશે.
ભારતના સૌરક્ષણ મંત્રાલય દ્વારા 7400 ટન વજન ધરાવતા ચોથાયુદ્ધ જહાજનું નામકરણ INS Surat રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રોજેકટ 15-B હેઠળ 17 મેના રોજ મુંબઈના મઝગાવ ડોકયાર્ડ ખાતે INS Surat નું લોન્ચિંગ કરવામાં આવશે. INS Surat પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ (ઓડિશા) અને INS ઇમફાલ (મણિપુર) રાખવામાં આવ્યા છે.
શહેરોના નામ પરથી યુદ્ધ જહાજો:
અમે તમને જણાવી દઈએ કે સુરત પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે, જે P15O ડિસ્ટ્રોયર્સનું નોંધપાત્ર નવનિર્માણ છે. પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર ક્લાસના જહાજો ભારતીય નૌસેનાના નેક્સ્ટ જનરેશનના સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે જે મુંબઈમાં મઝાગોન ડોક લિમિટેડ ખાતે બનાવવામાં આવી રહ્યા છે.
અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ‘સુરત’ એ પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે, જે P15A ડિસ્ટ્રોયરના નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે. યુદ્ધ જહાજોનું નામ ગુજરાતની વ્યાપારી રાજધાની અને મુંબઈ પછી પશ્ચિમ ભારતમાં બીજા સૌથી મોટા વ્યાપારી કેન્દ્રના નામ પરથી રાખવામાં આવ્યું છે.
જાણો શું વિશેષતાઓ છે INS સુરતની?
INS Surat 7400 ટન વજનનું યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 163 મીટર (553 ફૂટ), બીમ 17.4 મીટર (57 ફૂટ), ડ્રાફ્ટ 6.5 મીટર (21 ફૂટ) છે. આ જહાજમાં 9900 hpનું ડીઝલ એન્જિન છે. WCM-1000 જનરેટરની સ્પીડ 56 કિલોમીટર (30 નોટિકલ) પ્રતિ કલાક છે. 4 ઇન્ટરસેપ્ટર બોટ સાથે 4600 મીટર સુધીની ફાયર ક્ષમતા ધરાવે છે.
આ જહાજ 50 નેવી ઓફિસર અને 250 સૈનિકોને લઈ જઈ શકે છે. લાંબા સમય સુધી ચાલી શકે છે. આ યુદ્ધજહાજ સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો બરાક-8, બ્રહ્મોસ મિસાઈલ લોન્ચ કરી શકે છે. RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર પણ છે. OTO Melara 76 MM નેવલ ગન, AK-630 સ્થિર રિમોટ ગનથી ગનને ફાયર કરવામાં સક્ષમ છે. યુદ્ધ જહાજનો અપર ફ્લોર પર ફ્લાઇટ ડેક અને હેલિકોપ્ટર હેંગરથી સજ્જ છે.
પ્રથમ જહાજ 2021 માં કાર્યરત કરવામાં આવ્યું હતું:
યુદ્ધ જહાજ સુરત બ્લોક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ભૌગોલિક સ્થાનો પર હલ બાંધકામ સામેલ છે. ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે અને તે પ્રોજેક્ટ 17A ફ્રિગેટનો ત્રીજો પ્રોજેક્ટ છે. નોંધનીય છે કે આ વર્ગનું પ્રથમ જહાજ 2021માં કાર્યરત થયું હતું. બીજા અને ત્રીજા વર્ગના જહાજોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 15B ક્લાસ અને P17A જહાજોને આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે શિપયાર્ડમાં તેમના બાંધકામના તબક્કા દરમિયાન, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ભાગીદારી સાથે લગભગ 75 ટકા સાધનો સ્વદેશી દ્વારા ખરીદવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.