ક્યારેક રેલવે સ્ટેશન પર બેસીને લતા મંગેશકરના અવાજમાં ગીતો ગાતી રાનૂ મંડલ હવે જાણીતું નામ બની ગઈ છે. રેલવે સ્ટેશન પર રાનૂ ગીતો ગાઈને લોકો જે પૈસા કે ખાવાનું આપતા તેનાથી પોતાનું ગુજરાન ચલાવતી હતી. બોલિવૂડમાં ડેબ્યૂ કરતાની સાથે સાથે રાનૂ મંડલના જીવનની અનેક છૂપી વાતો પણ સામે આવી રહી છે. રાતોરાત સ્ટાર બનેલી રાનૂની જિંદગી વિશે તમામ લોકો જાણવા માંગે છે. રાનૂને લઈને નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં તેના લગ્નને લઈને મોટો ખુલાસો થયો છે.
મીડિયા રિપોર્ટોનું માનવામાં આવે તો રાનૂનાં બે લગ્ન થયા હતા. તેનો પહેલો પતિ પશ્ચિમ બંગાળમાંથી હતો, તે રાનૂને વધારે મહત્વન આપતો ન હતો. રાનૂ 20 વર્ષની ઉંમરમાં જ ક્લબમાં ગીતો ગાતી હતી. રાનૂનો અવાજ એટલો જાણીતો બની ગયો હતો કે તેના સાસરિયાઓને તેનાથી ઇર્ષા થવા લાગી હતી. રાનૂના પતિને આ પસંદ ન હતું. આ જ કારણ તે ધીરે ધીરે રાનૂથી દૂર થતો ગયો અને અંતે તેને તરછોડી દીધી હતી.
પહેલા પતિથી રાનૂને એક દીકરો અને એક દીકરી છે. પતિએ તરછોડી દીધા બાદ રાનૂ ભાંગી ગઈ હતી. વર્ષ 2000ની આસપાસ રાનૂ મુંબઈ આવી ગઈ હતી. અહીં આવીને રાનૂએ ફિરોઝ ખાન જેવા સુપરસ્ટારના ઘરે નોકરી મળી ગઈ હતી. થોડા સમય પછી રાનૂની મુલાકાત બબલૂ મંડલ સાથે થઈ હતી. બબલૂ બંગાળનો જ રહેવાશી હતો. બંનેએ લગ્ન કરી લીધા હતા.
રાનૂનો પતિ બબલૂ એક હોટલમાં કામ કરતો હતો. દુર્ભાગ્ય રીતે 2003માં બબલૂનું મોત થઈ ગયું હતું. બબલૂના મોત બાદ રાનૂ તૂટી ગઈ હતી અને તે પશ્ચિમ બંગાળ પરત ફરી હતી. અહીં રાનૂ ગીતો ગાતી હતી. રાનૂના મધુર અવાજને કારણે લોકો તેને થોડાં પૈસા આપી દેતા હતા.
હેવામાં આવી રહ્યું છે કે 10 વર્ષ સુધી આવું ચાલ્યું હતું. પરંતુ એક દિવસ રાનૂ રાણાઘાટ સ્ટેશન પર બેસીને ગીત ગાઈ રહી હતી ત્યારે સોફ્ટવેર એન્જીનિયર અતિન્દ્ર ચક્રવર્તી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાનૂનો અવાજ સાંભળીને તે રોકાયો હતો. તેણે પોતાના મોબાઇલમાં રાનૂનો અવાજ રેકોર્ડ કર્યો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા બાદ રાનૂ રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી. હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ માટે ગીત ગાવા માટે રાનૂને મોકો આપ્યો અને તેની નસિબ ખુલી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.