નોકરી અપાવવાના નામે 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ: જાણો કયાની છે ઘટના

રાજસ્થાનના ભરતપુરમાં 23 વર્ષની યુવતી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. નોકરી અપાવવાના બહાને યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં જાનથી મારી નાખવાની…

રાજસ્થાનના ભરતપુરમાં 23 વર્ષની યુવતી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. નોકરી અપાવવાના બહાને યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તે બસમાં સવાર થઈને નીકળી ગયો હતો. પરંતુ જ્યારે પીડિતા પરત આવી ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ પછી યુવતીને તાત્કાલિક આરબીએમ હોસ્પિટલમાં મેડીકલ માટે ખસેડાઇ હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે હરિયાણાના ભીવાડીની રહેવાસી છે. પરંતુ લાંબા સમયથી તે જયપુરમાં રહેતી હતી અને એક ફેક્ટરીમાં કામ કરતી હતી. પરંતુ કોરોના સંકટના કારણે કારખાનાને લોકડાઉન થવાને કારણે ફેક્ટરી બંધ થઇ હતી. જેના કારણે તે બેકાર બની ગઈ હતી અને ત્યારથી તે નોકરીની શોધમાં હતી. યુવતીએ એક અખબારમાં જોબની જાહેરાત જોઈ અને તેમાં આપેલા નંબર પર ફોન કર્યો. આ પછી, 10 સપ્ટેમ્બરના રોજ અશોક મીણા નામના યુવકે તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવી હતી.

ખાલી મકાનમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
અશોક તેને બસ સ્ટેન્ડ ઉપર લેવા આવ્યો હતો અને કહ્યું હતું કે ઇન્ટરવ્યુ સાંજે 6 વાગ્યે છે. ત્યાં સુધી ગોવર્ધનને દર્શન કરીને આવીએ. યુવતી તેની સાથે બાઇક પર બેઠી. ગોવર્ધનથી પરત ફર્યા બાદ અશોક મીનાએ યુવતીને અટલબંદ પોલીસ સ્ટેશન વિસ્તારની ઇન્દિરા નગર કોલોનીમાં એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે યુવતીને ધમકી આપ્યા બાદ તેણે યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને જયપુર મોકલી આપી હતી. પરંતુ પીડિતા બસમાંથી બસ પરત આવી હતી અને તેણે ભરતપુર મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી છે
મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી રજનીશ કુમારે જણાવ્યું હતું કે, જયપુરની રહેવાસી મહિલાએ એક વ્યક્તિ સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે, જેના આધારે પીડિતાનું મેડિકલ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જ આગળની કોઇ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *