ભાજપના આ દિગ્ગજ નેતા વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ, જાનથી મારી નાખવાની આપી ધમકી

મીરા-ભાઈંદર થી ભાજપના પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને બીજેપીના એક નગરસેવક સામે બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી અને જાતિવાચક અપશબ્દો કહીને અપમાન કરવા સહિતની ફરિયાદ બીજેપીની એક નગરસેવિકાએ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. નરેન્દ્ર મહેતા અને બીજેપીના એક નગરસેવક વિરુદ્ધ મીરારોડ પોલીસે બળાત્કારનો કેસ નોંધ્યા છે. પીડિતા મીરા-ભાઈંદર હાલમાં મનપાની ભાજપ નગરસેવિકા છે. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, નરેન્દ્ર મહેતા તેની સાથે 1999 સતત બળાત્કાર કરતા રહ્યા છે. પાલીતાણા જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મહેતા દ્વારા તેને એક પુત્ર પણ છે. પીડિતાએ નરેન્દ્ર મહેતાની સાથે તેનો મિત્ર સંજય થશે એની વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. પીડિતા અનુસુચિત જનજાતિની છે એટલા માટે પોલીસે આઇપીએસ અને તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ આ કેસ ની નોંધ કરી છે.

આરોપી ભાજપના પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા

ફરિયાદી નગરસેવિકાએ પોતાની ફરિયાદમાં નોંધ્યું છે કે તે પરિણીત હોવા છતાં પતિ સાથેના સંબંધ ખરાબ થતાં પોતાનાં માતા-પિતા સાથે રહીને ક્લબમાં જૉબ કરતી હતી ત્યારે તેની ઓળખાણ ક્લબના મૅનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર મહેતા સાથે 1999માં થઈ હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં તેમણે 13 જૂન 2001ના રોજ દહાણુમાં મહાલક્ષ્મી મંદિરમાં છૂપી રીતે લગ્ન કર્યાં હતાં.

આરોપી ભાજપના પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા

પોલીસસ્ટેશન માંથી મળતી માહિતી અનુસાર, નગરસેવિકાએ ફરિયાદમાં દાવો કર્યો છે કે નરેન્દ્ર મહેતા સાથેનાં લગ્નથી તે 2020માં પ્રેગ્નન્ટ થઈ હતી અને બાદમાં 22 માર્ચ 2003ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન નરેન્દ્ર મહેતાએ પોતાને હડધૂત કરીને 16 જાન્યુઆરી 2003માં સુમન મહેતા સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. એ પછી પોતાની સાથેના સંબંધ નરેન્દ્ર મહેતાએ કાપી નાખ્યા હતા. જોકે 2009ની વિધાનસભાની ચૂંટણીમાં મહેતાએ પોતાના માટે કામ કરવાનું કહેતાં પોતે કામ કરવાનું સ્વીકાર્યું હતું.

આરોપી ભાજપના પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા

પોતે લગ્ન બાબતે અને પુત્રને પોતાનું નામ આપવા વિશે અનેક વખત કહ્યા બાદ પણ ‘તું નીચલી જાતની છે એટલે લગ્ન જાહેર ન કરી શકાય. તું વધારે નાટક કરીશ તો તને અને પુત્રને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. એટલું જ નહીં, હું કહું ત્યારે તારે મારી પાસે આવી જવાનું, હું જે કહું તે તારે કરવા દેવાનું એમ તેઓ કહેતા. નરેન્દ્ર મહેતાનું રાજકીય કદ વધારે હોવાથી પોતે તેનો સામનો નહોતી કરી શકતી અને તેને તાબે થઈ જતી હતી. આવી સ્થિતિ 2019 સુધી ચાલ્યા બાદ તેના સાથી અને બીજેપીના નગરસેવક સંજય થરથરેએ પણ પોતાને ધમકાવવા લાગતાં આખરે મેં બન્ને સામે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હોવાનું નગરસેવિકાએ ફરિયાદમાં નોંધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *