દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ડાયાબિટીસને કારણે ઘણા દર્દીઓની કિડની પણ ફેઈલ થઈ જાય છે,ત્યારે આ પ્રકારના દર્દીઓની કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે,જો કે આ પણ મુશ્કેલ કામ છે. અમદાવાદ સ્થિતિ ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર આ પ્રકારના દર્દીઓને દર્દમુક્ત કરવાનું મોટું કાર્ય કરી રહી છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. IKDRCની તબીબોની ટીમ દ્વારા મોરબીના શિક્ષિકા ચેતનાબેનનું કિડની સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ચેતનાબેનની ૫ વર્ષ પહેલા જ કિડની ફેઈલ થઈ ગઈ હતી. ત્યારથી તેઓ બાહ્ય ઈન્સ્યુલિન અને ડાયાલિસિસ પર હતા. પરંતુ ૭ કલાક સુધી કરવામાં આવેલા પ્રત્યારોપણ બાદ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.
મોરબી જિલ્લાની શિક્ષિકા ૩૫ વર્ષીય ચેતનાબેન માટે જીવન ખૂબ જ સંઘર્ષમય હતું, જેઓ છેલ્લા પાંચ વર્ષથી અઠવાડિયામાં ત્રણ વાર નિયમિત રીતે ડાયાલિસિસ કરાવતા હતા. બાળપણથી ટાઇપ-૧ ડાયાબિટિસ હોવાના કારણે દરરોજ સુગરની માત્રાને જાળવી રાખવા માટે સતત કરાતી તપાસ તેણીની પીડામાં ઉમેરો કરતી હતી. જેના કારણે પાંચ વર્ષ પહેલા કિડની ફેઇલ થઇ ગઇ હતી. ત્યારથી તેઓ બાહ્ય ઈન્સ્યુલિન અને ડાયાલિસિસ પર હતા. પરંતુ, ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ની તબીબોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા કિડની અને સ્વાદુપિંડના બેવડા ટ્રાન્સપ્લાન્ટ બાદ તેણીનું જીવન બદલાઇ ગયું છે.દુલર્ભ ગણી શકાય તેવું આ બેવડું કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ એક જ વારમાં ડો.જમાલ રિઝવી અને ડૉ. દેવાંશુ પટેલ દ્વારા સંસ્થા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું.જે ૭ કલાકથી વધુ સમય માટે ચાલ્યું હતુ. સફળત્તમ બેવડા ટ્રાન્સપ્લાન્ટ બાદ ચેતનાબેન હાલ સ્વસ્થ છે અને આગામી બે અઠવાડિયે કોઇપણ સમયે તેણીને રજા મળી શકે તે માટે તૈયાર છે.
IKDRC ડિપાર્ટમેન્ટના ડૉ. જમાલ રિઝવીએ જણાવ્યું કે, “કિડની અને સ્વાદુપિંડના બેવડાં ટ્રાન્સપ્લાન્ટથી તેણી ખૂબ જ સારી રીતે કામ કરી છે. તેણીનું સુગરનું સ્તર જળવાઇ રહે છે, અને કિડની સામાન્ય સ્થિતિમાં કામ કરી રહી છે. કિડની અને સ્વાદુપિંડના બેવડા ટ્રાન્સપ્લાન્ટથી ન માત્ર તેણીના જીવન ની ગુણવત્તામાં સુધારો થયો છે, પરંતુ તે ટ્રાન્સપ્લાન્ટ કિડનીને લાંબા સમય સુધી ટકી રહેવાની ખાતરી આપે છે”. સફળત્તમ બેવડું ટ્રાન્સપ્લાન્ટ હોવા છતાં IKDRCએ કોવિડ-૧૯ મહામારીના કારણે ચેપ લાગવાની શક્યતાને દૂર કરવા માટે તેણીને હાલ રજા આપવામાં ન આવે તેવો નિર્ણય કર્યો છે.
ડૉ. રિઝવી અનુસાર ટાઇપ-૧ ડાયાબિટિસ સહાયિત કિડની-સ્વાદુપિંડની ખામી ૧૦ હજાર વ્યક્તિઓમાંથી એકને થાય છે. IKDRCમાં દાખલ દર્દીઓમાં ડાયાબિટિસનું પ્રમાણ લગભગ ૨૦ ટકા છે, જ્યારે ટાઇપ-૧ ડાયાબિટિસના દર્દીઓ ૦.૫ ટકા છે.
IKDRC-ITS( ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર-ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ)ના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, “ઈન્સ્યુલિન એક હોર્મોન છે, જે માનવ શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ટાઇપ-૧ ડાયાબિટિસમાં, સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિન બનાવતું નથી. ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ સ્વાદુપિંડ ઈન્સ્યુલિન બનાવી શકે છે, અને ટાઇપ-૧ ડાયાબિટિસને સુધારી શકે છે”.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle