નવી દિલ્હી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે મહાત્મા ગાંધીની તસવીર વાળી નવી રૂપિયા 20 ની ચલણી નોટ બહાર પાડી છે. આ નવી નોટ માં હવેથી રિઝર્વ બેન્કના નવા ગવર્નર શક્તિકાંત દાસ ની સહી જોવા મળશે. આ નોટ ટૂંક સમયમાં જ બજારમાં ફરતી થઈ જશે. 26 એપ્રિલના રોજ સેન્ટ્રલ બેન્ક દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને આ નોટ ની જાહેરાત કરી હતી.
આ નોટ નો કલર પીળાશ પડતો લીલો છે. આ નોટ પર હવેથી કેસરી ના બદલે પીળા કલર જોવા મળશે નોટિફિકેશન માં આપેલી જાણકારી અનુસાર આ નોટ પર આગળના ભાગે મહાત્મા ગાંધીનો ફોટો રહેશે. જ્યારે આ નોટ પર 20 રૂપિયા લખેલ અક્ષર હિન્દી અને અંગ્રેજીમાં હશે નોટના આગળના ભાગમાં ગેરેન્ટી ક્લોઝ। ગવર્નરની સહી અને ભારતની રાષ્ટ્રીય મુદ્રા ચાર સિંહની પ્રતિકૃતિ હશે.
નોટની પાછળ ની તરફ દેશને સંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળશે. નોટના પાછળના ભાગમાં ઇલોરાની ગુફાઓ નું ચિત્ર પ્રિન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે નોટની ડાબી તરફ સ્વચ્છ ભારત નો લોગો અને સ્વચ્છ ભારત એક કદમ સ્વચ્છતા કી ઓર એવું લખવામાં આવ્યું છે. આ નોટ આવવાથી જૂની વીસ રૂપિયાની નોટ માં કોઈ ફરક તો પડશે નહીં.