પાટીદાર અનામત આંદોલન દરમયાન પાટીદારોમાં તરીકે ઉભરી આવેલા રેશ્મા પટેલ એ ગત વર્ષે 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલા પાટીદાર આંદોલનના રેશ્મા પટેલ રૂપાણી સરકાર સામે આકરા આક્ષેપ કર્યા છે. રેશ્મા પટેલે બિન અનામત આયોગ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. નિગમમાં ત્રુટી બાબતે રેશ્મા પટેલે સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી.
રેશ્મા પટેલે કહ્યું, ભાજપ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત કરી રહી છે એવા જ કામથી પ્રેરાઈને ભાજપનો આ ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવામાં તમામ પ્રયાસો પણ કર્યા. લોકોના પડતર પ્રશ્નોનું સમાધાન થશે અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનમાંથી અમે આવ્યા છે તે પાટીદાર સમાજની માંગણીઓનું સમાધાન થશે તેવી લાગણી અમને ચોક્કસ હતી. પરંતુ બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે ભાજપે વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. જૂઠ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય દરેકના માથા પર માત્ર વોટબેન્કની રાજનીતિ થઈ રહી છે.
ભાજપના કામ થી રિસાયેલા રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, હું ઘણી માંગણીઓ લઈને સરકાર સામે પત્ર અને મૌખિક રજૂઆત કરી રહી છું પણ તેમાં લાંબા સમયથી કોઈ સકારાત્મક પરિણામ નથી. મેં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેના મુખ્ય પાંચ મુદ્દાઓમાં સૌથી મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને સરકારી નોકરી મળે પણ તેમાં સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી. ‘
આ ઉપરાંત સ્પર્ધાત્મક પરિક્ષા માટેની વયમર્યાદા 35થી વધારીને 40 વર્ષ કરવામાં આવે, સ્પર્ધાત્મક પરિક્ષા આપી રહેલા બિન અનામત ઉમેદવારો પાસેથી પણ ફીના પૈસા ન લેવા આવે જેવી માંગણીઓ પણ સરકાર સામે વારંવાર કરવામાં આવી છે. બિન અનામત આયોગ અને નિગમની રચના થઈ ગઈ છે પરંતુ તેમાં પણ ત્રુટીઓ છે. સિસ્ટમ હજુ વ્યવસ્થિત નથી.’
રેશ્મા એ ખુબજ દુઃખદ ચહેરા સાથે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન મુદ્દે પાટીદારની માંગણીઓનું સમાધાન થશે તેવી લાગણી હતી. પરંતુ ભાજપ માત્ર જૂઠ અને ભ્રમની રાજનીતિ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય પરંતુ દરેકનાં નામે માત્ર વોટબેંકની જ રાજનીતિ થઈ રહી છે.
જો કે હજુ સુધી ભાજપે આ મામલે કોઇ ટિપ્પણી કરી નથી, અગાઉ પણ રેશ્મા પટેલ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરી ચૂક્યા છે, પરંતુ હવે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાની વાતથી પાર્ટી કદાચ તેમની સામે કોઇ પગલા લઇ શકે છે.