થયો હતો. તેના માતા પિતા નો જન્મ આફ્રિકામાં થયો હતો ઋષિ સુનકના માતા પિતા નું નામ યશવીર અને ઉષા સુનક છે. ઋષિ સુનક પોતાના ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટા છે. જે રીતે હાલમાં સોશિયલ મીડિયાના યુઝરો અને આઈટી સેલના અધૂરા ઘડાઓ ભારત સાથે ઋષિ સુનક નું જોડાણ કરી રહ્યા છે, તેની ચર્ચા કરીએ તો આઝાદી પહેલાના ભારતમાં(હાલ પાકિસ્તાન) તેના પર દાદા અને પરદાદા નો જન્મ થયો હતો.
બ્રિટનના વડાપ્રધાન બનવા જઈ રહેલા ઋષિ સુનકના વડવાઓની વાત કરીએ તો હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તેના દાદા રામદાસ સુનક નો જન્મ થયો હતો. ઋષિ સુનક ના દાદાનું જન્મસ્થાન પાકિસ્તાનના ગુજરાનવાલા નામના પ્રાંતમાં આવેલ છે. આમ કહી શકાય કે ઋષિ સુનક એક હિન્દુ છે. પરંતુ તેઓનું મૂળ ભારતીય નહીં પરંતુ પાકિસ્તાનનું છે. ઋષિ સુનક ભારતીય ઉદ્યોગપતિ અને ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ઋષિ સુનક પ્રથમ વખત ઓક્ટોબર 2014માં ચૂંટાઈ આવ્યા હતા. 2017 ની વધુ એક ચૂંટણીમાં તેઓએ પોતાની બહુમતી માં જંગી વધારો કરીને 40% થી વધુ વોટ મેળવીને ફરી વખત બ્રિટનની પાર્લામેન્ટમાં સ્થાન મેળવ્યું હતું. બોરીસ જોન્સન કે જેઓ બ્રિટનના વડાપ્રધાન રહી ચૂક્યા છે, તેઓના સમર્થનમાં પોતાના આર્ટિકલ લખીને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. જેની ફળશ્રુતિ ઋષિ સુનક ને મળી હતી અને બ્રિટનના ખજાના ના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. 2019 ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ ફરી વખત ચૂંટાયા અને તેઓએ પોતાનો બહુમત માં વધારો કર્યો હતો અને 47 ટકાથી વધુ મત મેળવીને વિજય બન્યા.
બોરીસ જોન્સન ના રાજીનામા બાદ બ્રિટનના પ્રધાનમંત્રી પદે સુનક રેસમાં હતા. પરંતુ તેઓ પ્રધાનમંત્રી પદ માટે જરૂરી મત મેળવી શક્યા નહીં. પરંતુ ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રધાનમંત્રી લિસ્ટ ટ્રસએ રાજીનામું આપી દેતા કંઝર્વેટીવ પાર્ટીએ વડાપ્રધાન તરીકે પસંદ કરી લીધા છે.
1947માં બ્રિટિશ શાસન સમાપ્ત થયા પછી ભારતીય ઉપખંડના બે દેશો – ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થયા તે પહેલા સુનકના દાદા-દાદી પાકિસ્તાનમાં આવેલા પંજાબ રાજ્યના વતની હતા. તેઓ 1960ના દાયકામાં યુ.કે.માં સ્થાયી થયા પહેલા 1936માં પૂર્વ આફ્રિકા ગયા હતા. સુનકનો જન્મ 1980માં ઈંગ્લેન્ડના દક્ષિણ કિનારે સાઉધમ્પ્ટનમાં થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.