લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ચારબાગ રેલ્વે સ્ટેશન પર RPFના એક પોલીસકર્મીની ખરાબ વર્તણૂકને કારણે 2 બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે. સ્ટેશન નજીક ફુટપાથ પર રહેતા મજૂરોને દૂર કરવા માટે આવેલા ટીમના પોલીસકર્મી મોહિતે સળગતા ચૂલા પર લાત મારી હતી.
ચૂલા ઉપર કુકરમાં દાળ રાંધવામાં આવી રહી હતી. મજૂરનાં 2 માસૂમ બાળકો પર ઉકળતી દાળ પડી હતી. ઉકળતી દાળ બાળકો પર પડતાં જ બંને બાળકો દાઝી જતાં અસહ્ય દર્દથી તડપી રહ્યા હતા. રેલ્વે પોલીસની ટીમ મામલો બગડતા જોઈને નિર્દોષ માસુમોને તડપતા છોડીને ચાલી ગઈ હતી. હાલમાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શનિવારે ચારબાગ સ્ટેશન પર વીઆઈપી શૌચાલય નજીક પોલિથીન લગાવિને રહેતા મજૂરીને હટાવવા માટે RPFની ટીમ પહોંચી હતી, તે સમયે એક મહિલા ચૂલા પર રસોઈ બનાવી રહી હતી. રેલ્વે પોલીસે તેમને તરત નીકળી જવા માટે જણાવ્યું હતું. ભયભીત થઈ ગયેલા મજૂરો પોતાનો સામાન પેક કરી રહ્યા હતા ત્યારે આરપીએફના જવાન ગુસ્સે ભરાયા હતા.
મળતી માહિતી અનુસાર, સવારથી મજૂર રાજેશના 2 બાળકો ભૂખ્યા હતા. બાળકોને ખાવા માટે રાજેશની પત્ની ચૂલા પર ભાત બનવાઈને કૂકરમાં દાળ બનાવી રહી હતી. તેની દાળ બની જાય ત્યાં સુધી પોલીસકર્મીને થોભી જવા માટે અપીલ કરી હતી. એટલામાં તો મોહિત નામનો પોલીસકર્મી રોષે ભરાયો હતો.
ત્યારબાદ પોલીસકર્મીએ ચૂલાને એટલી જોરથી લાત મારી હતી કે, કૂકર ઉછળીને દૂર પડ્યું હતું અને તેમાંથી ઉકળતી દાળ ભૂખથી રડતા 2 માસૂમ બાળકો પર પડી હતી. તે બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને બાળકો દાઝી જવાથી અસહ્ય પીડાથી તડપી રહ્યા હતા. બાળકોની આ હાલતમાં જોઈને બાકીના પોલીસકર્મીઓએ ત્યાંથી તે પોલીસ ઇન્સ્પેક્ટરને નીકળી જવાનો ઈશારો કર્યો હતો. હવે આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. RPF ઇન્સ્પેક્ટર મુકેશ કહે છે કે, અતિક્રમણ દૂર કરતી વખતે કોઈ વસ્તુ પાડવાના કારણે દાળ પડી ગઈ હતી. હાલ બાળકોની સારવાર શરુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.