Mahesana, Gujarat: ગુજરાતના મહેસાણાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નમાં 100 અને 500 ની નોટો ઉડાડવામાં આવી રહી છે. લગ્નની વિધિઓ દરમિયાન, બારાતીઓ અને સંબંધીઓ દ્વારા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જેને લુંટવા લોકો ઉમટી પડ્યા હતા. નોટો લેવા માટે એકઠા થયેલા ટોળાએ એકબીજા સાથે મારામારી પણ કરી હતી. 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટો હવામાં ઉડી રહી હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકો ઘરની છત પર ઉભા રહીને નોટો ઉડાવી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે લાખો રૂપિયાની નોટો પાણી ની જેમ ઉડાવી દીદી હતી. વીડિયો મહેસાણા જિલ્લાના અગોલ ગામનો છે, જ્યાં પૂર્વ સરપંચ કરીમભાઈ દાદુભાઈ જાદવના ભાઈ રસુલભાઈના પુત્રના લગ્ન હતા, લગ્નની ખુશીમાં ઘરની છત પર ઉભેલા લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ પર વાયરલ થઈ રહ્યો છે.
Gujarat के मेहसाणा जिले में पूर्व सरपंच के भतीजे की शादी में लाखों रुपए हवा में उड़ा दिए गए।
– 100 और 500 के उड़ाए गए नोट।
– वीडियो सोशल मीडिया पर तेजी से Viral हो रहा है। pic.twitter.com/JG6CKFJ38C— Shubhankar Mishra (@shubhankrmishra) February 18, 2023
વીડિયો જોયા પછી લોકોએ શું કહ્યું?
વિડીયો વાયરલ થયા બાદ જોનારાની આંખે અંધારા આવી ગયા હતા. જેમાના એક યુઝરે લખ્યું કે થોડા દિવસો પહેલા કોઈએ ફ્લાયઓવર પરથી પૈસા ઉડાવ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી! શું ગુજરાતમાં ચાલે છે? વધુ એક યુઝરે લખ્યું કે ગુજરાતમાં એક રાતમાં કલાકારો પાછળ કરોડોનો ખર્ચ થાય છે, છતાં આ સામાન્ય વાત છે.
અન્ય એક યુઝરે લખ્યું કે આ ભારતીય ચલણનું ઘોર અપમાન છે, તેમાં સંબંધિત કલમ લગાવીને પગલાં લેવા જોઈએ. જો તેને આટલા પૈસા ઉડાડવાનો શોખ હોત તો તે ગરીબોને બોલાવીને સન્માન સાથે રૂપિયા આપી દો. મળતી માહિતી મુજબ, મહેસાણાના અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમ યાદવના ભત્રીજા રજ્જાકના લગ્ન હતા. રઝાકના લગ્ન પૂર્વ સરપંચ કરીમ જાદવ દ્વારા ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્નના બીજા દિવસે ગામમાં જાન કાઢવામાં આવી હતી, જે દરમિયાન નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
સાંજે ગામમાં જાન નીકળી, પછી કરીમભાઈ અને તેમનો પરિવાર ઘરની છત પર પહોંચ્યા અને ચલણી નોટોનો વરસાદ શરૂ કર્યો. દસ રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટો ઉડી હતી. માજી સરપંચનો પરિવાર ધાબા પરથી નોટો ઉડાડી રહ્યો હતો. તે જ સમયે, મોટી સંખ્યામાં લોકો નોટો લુંટવા કરવા માટે સ્પર્ધામાં હતા. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.