GSEB 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં સારા માર્ક મેળવીને ડંકો વગાડ્યો છે અને પોતાના પરિવાર અને માતા-પિતાના નામની સાથે સાથે સમગ્ર રાજ્યનું પણ નામ ખુબ જ રોશન કર્યું છે. ધોરણ-10 નું પરિણામ આજે આવ્યા બાદ અનેક બાબતો ધ્યાન પર આવી રહી છે. આજે વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ આવતાની સાથે મોટાભાગના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં સુરતી વિદ્યાર્થીઓ ખુબ ચમક્યા છે, ત્યારે સુરતની સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાલયના કુલ 23 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. જ્યારે 31 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ માંથી શિંગાળા મેસવા મનીષભાઈને પ્રથમ ક્રમ મળ્યો હતો જેથી શાળા પરિવાર દ્વારા તેને શુભકામના પાઠવવામાં આવી હતી.
મોટા વરાછાના અબ્રામા રોડ ખાતે આવેલી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાલયની શિંગાળા મેસવાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. શિંગાળા મેસવાએ જણાવતા કહ્યું કે, મારા પપ્પા હીરાની દલાલી કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. મૂળ લીલીયા તાલુકાના શિંગાળા મેસવાને આગળ A ગ્રુપ રાખીને આઇટીમાં એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે શાળાના સીઈઓ દિપકભાઈ ભડીયાદરાએ જણાવ્યું હતું કે, અમારે શાળામાં ગત વર્ષ કરતાં પણ આ વખતે વધારે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને ઓછા એવન ગ્રેડ મળ્યા છે, ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ એવન ગ્રેડ ગત વર્ષ કરતાં પણ વધુ મેળવવામાં સફળ રહ્યા છે. જેના માટે શાળા દ્વારા જે મહેનત કરાવવામાં આવી હતી તે જવાબદાર છે.
ધોરણ 10 નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. તમે ધોરણ 10 નું પરિણામ WWW.GSEB.ORG પર જોઈ શકો છો, તે ઉપરાંત WhatsAppના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો. વ્હોટ્સએપથી 6357300972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો. ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.