સાપુતારા અકસ્માતનો દિલધડક લાઇવ વિડીયો- પૂરપાર ઝડપે કાર રિવર્સમાં ફંટાઈ અને શરુ ગાડીએ બાળક અને મહિલા બહાર કૂદયા

Published on: 1:36 pm, Wed, 13 October 21

સાપુતારા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident) બનતા હોય છે. તે દરમિયાન હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વાર ચોકાવનારો અકસ્માત સાપુતારા(Saputara)માંથી સામે આવ્યો છે. આ અકસ્માતનો વિડીયો(Video of the accident) પણ હાલ વાઈરલ થઇ રહ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામા સાપુતારાના ટેબલ પોઇન્ટ પર થયેલા એક વિચિત્ર અકસ્માતનો લાઇવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાપુતારાના આ અકસ્માતમાં ટેબલ પોઇન્ટ પર ઢાળ ચઢી રહેલી એક બ્લુ કલરની કાર અચનાક રિવર્સ જતી જોવા મળી હતી. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવ્યો હતો કે પછી અન્ય કારણોસર આ કાર રિવર્સ જતી હતી તે હજુ જાણવા મળ્યું નથી.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પહેલાં આ કારે રિવર્સમાં જી રહી હતી ત્યારે તેને એક અન્ય કારને ટક્કર મારી હતી. જોકે, આ બધું એટલે બંધ ન થયું પરંતુ આગળ જઈને આ કાર ઢાળમાં નીચે તરફ જવા લાગી હતી. ત્યારે જીવ બચાવવા માટે એક મહિલા અને બાળક ચાલુ કારમાંથી બહાર કુદી પડયા હતા. આ ઘટના બાદ કાર આગળ જઈને ડિવાઇડર સાથે અથડાતા ત્યાં જ અટકી ગઈ હતી. જોકે, કારમાં નુકસાની તો થઇ હતી પરંતુ સવાર પેસેન્જરના સદ્દનસીબે જીવ બચી ગયા હતા. આ ઘટનાનો દિલધડક લાઇવ વીડિયો સમગ્ર રાજ્યમાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ગિરિમથક સાપુતારામાં વઘઈ-વાસદાથી સાપુતારા સુધીનો રસ્તો જોખમથી ભરેલો છે. આ રસ્તા પર કાચાપાકા ડ્રાઇવરે કાર ન ચલાવવાની સુચના આપવામાં આવે છે. એ રીતે ટેબલ પોઇન્ટને પર જોખમી માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. અહીંયા પ્રવાસીઓનો ધસારો હોય ત્યારે અનેકવાર અક્સ્માતો સર્જાતા હોય છે. તેવામાં પ્રવાસીઓને તકેદારી રાખવી ખુબ જરૂરી બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.