ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયાૃથી ભ્રષ્ટ અિાૃધકારીઓ દ્વારા સરકારી યોજનાઓના નામે લાખો રૃપિયાના કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગરમાં પૂર્વ તલાટી અને માજી સરપંચે શૌચાલય બનાવવાના બહાને રૃા. ૧.૪૬ લાખ ચાંઉ કર્યા હતા. આ બનાવ અંગે એસીબીએ બન્ને સામે નાણાંની ઉચાપતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
તસ્વીરો માત્ર સાંકેતિક છે..
કડી તાલુકાના કરણનગર ગામના રહીશે ગ્રામ પંચાયતના માજી સરપંચ તરલીકા બહેન વી.પટેલ અને તત્કાલીન તલાટી કંમ મંત્રી જયંતિભાઇ. આર. પટેલે વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અમદાવાદ એસીબીમાં અરજી કરી હતી. પોલીસે તપાસ કરતાં ૧૯૯૯થી સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન તરીકેની યોજના અમલમાં આવી હતી. આ યોજના અંતર્ગત કડી તાલુકાના કરણનગર ગામમાં કેટલાક લાભાર્થીઓના શૌચાલય મંજૂર થયા હતા. જે તે સમયના સરપંચ અને તલાટીઓ લાભાર્થીઓ પાસેથી જરૃરી દસ્તાવેજો લઇને યોજના હેઠળ ફોર્મ ભરાવ્યા હતા. જેમાં અમુક વ્યકિતઓને શૌચાલય બનાવી આપવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લોકો આ યોજના હેઠળ શૌચાલયો બનાવી આપ્યા ન હતા.
એટલું જ નહી જેમના અગાઉ બનાવવાામાં આવ્યા હતા તેમના નામે બીજીવખત સરકારમાંથી નાણાં મંજૂર કરાવડાવ્યા હતા અને તે રૃપિયા સરપંચ અને તલાટીએ પોતાની સત્તાનો દુરપયોગ કરીને ખોટુ રેકર્ડ ઉભુ કરીને લાભાર્થીઓના નામે રૃપિયા ઉપાડી લીધા હતા. આ કરણનગર ગ્રામ પંચાયત હસ્તક લાભાર્થીઓને રૃા. ૨, ૩૯, ૬૦૦ ચુકવવામાં આવ્યા હતા. જે પૈકી રૃા. ૧,૪૩,૬૦૦નું શૌચાલય બનાવેલા જ ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.