સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મોદી સરકાર પર રાફેલ કરતા પણ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજી કરનાર વ્યક્તિએ કોર્ટને જણાવ્યું છે કે સરકારે દેશભરમાંથી કાચું લોખંડ કાઢવાની 358 ખાણો ની લીઝ ની મુદત કોઈપણ પ્રકારના પૈસા વસૂલ્યા વગર જ વધારી દેવામાં આવી છે. આ કારણે સરકારને 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે કે જે રીતે યુપીએની સરકાર માં ટુજી સ્પેક્ટ્રમ ઘોટાળા 2.75 લાખ કરોડોનું નુકસાન માનવામાં આવતું હતું એ જ રીતે આ ઘોટાળા ને પણ લોકો યાદ રાખશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ એ બોબડેની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે અને પૂછયું છે કે આ માઇનિંગની લીઝને કેમ રદ કરવામાં ન આવી? આ ઉપરાંત કોર્ટે ઓડીશા, ઝારખંડ, કર્ણાટક અને સીબીઆઇને નોટિસ ફટકારી છે.
ફક્ત એક આદેશ થી જ લીઝ ની મુદત વધી ગઈ
આ સુનાવણી વકીલ એમ એલ શર્મા દ્વારા કરવામાં આવેલ અરજી પર થઇ રહી છે. તેમનું કહેવું છે કે દેશભરમાં કાચા લોખંડ અને ખનિજની ખાણો ની લીઝ ની મુદત વધારવા પાછળ ના નિર્ણયમાં સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે. અરજી કરનારે આરોપ લગાવ્યો છે કે 358 ખાણોની લીઝ ની મુદત વધારવાનો નિર્ણય લેતા પહેલા કેન્દ્ર સરકારે વર્તમાન સમય અનુસાર મૂલ્ય પણ નક્કી નથી કર્યું અને કોઈ પણ જાતની હરાજીની પ્રક્રિયા પણ ન કરી. સરકારે એક આદેશ જાહેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું કે જેની પાસે પહેલા આ જગ્યા લીઝ પર હતી તેને જ ફરીથી આ જગ્યાએ લીઝ પર આપવામાં આવે છે. આ રીતે લોકોના ટેક્સથી કમાયેલા 4 લાખ કરોડ રૂપિયાનો ભારે નુકસાન થયું.
અરજી કરનાર નું કહેવું છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2015માં માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ લાવીને રાજ્ય સરકારોને પણ મજબુર કરી છે કે તેઓ 288 કાચા લોખંડ અને ખનીજની ખાણોની લીઝ વધારી આપે. અરજી કરનાર નો આરોપ છે કે આવું સરકારે કર્યું, જેથી તેમની પાર્ટીને ખૂબ જ મોટી રકમ ફાળા તરીકે આપનાર વ્યક્તિઓને લાભ પહોંચાડી શકાય. અરજી કરનાર અનુસાર કેન્દ્રના દબાવમાં આવીને ગોવામાં 160, કર્ણાટકમાં 45 અને ઓરિસ્સામાં 31 જેટલી ખાણો ની લીઝ ની મુદત વધારી દેવામાં આવી છે. આમાંથી મોટા ભાગની ખાણો વેદાંત ગ્રુપ અને ટાટા ગ્રુપના નિયંત્રણ હેઠળ છે. આ બંને જ ગ્રુપ ભાજપને ચૂંટણી ફાડા માં ખૂબ જ મોટા રૂપિયા ધરવે છે.