10 વર્ષ પહેલા મૃત્યુ પામેલ દીકરીને જીવતી જોઇને પિતા થયા ભાવુક, અને કર્યું એવું કામ કે…

2011 માં થયેલા ગોરખપુર શિખા દુબે હત્યાકાંડે સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યા હતા.જેને લોકો મૃત માનતા હતા તે સોનભદ્રમાં તેના પ્રેમી સાથે રહેતી હતી.અહીં ગોરખપુરમાં તેના પિતાએ તેની પુત્રીની જેમ અન્ય મહિલાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

એક દિવસ શિખા સામે આવી ત્યારે પિતા રામ પ્રકાશ દુબે તેને જોઇને રડવા લાગ્યા હતા અને માનવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા કે તે તેના ગાલને સ્પર્શ કરીને જીવિત છે.

શિખાએ તેના મૃત્યુની કઈ રીતે યોજના બનાવી હતી જાણો
ગોરખપુર સિંઘાડિયામાં એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો.તેની ઊંચાઈ અને ઉંમરથી જાણવા મળ્યું કે તે એન્જિનિયરિંગ કોલેજના કમલેશપુરમ કોલોની વિસ્તારની ગુમ થયેલ શિખા દુબે છે.તેના પિતાને બોલાવવામાં આવ્યા,પરિવારના સભ્યો,સબંધીઓ પણ ભેગા થયા,પિતા માનતા હતા કે મૃતદેહ તેની દીકરી નો છે.

આ દરમિયાન પિતા રામ પ્રકાશ દુબેને પાડોશી દીપુ પર હત્યાનો ભય હતો અને કેસ દાખલ કર્યો હતો.પોલીસે બંનેની ધરપકડ કરી ગોરખપુર લાવ્યા હતા.અહીં આવ્યા પછી શિખાએ એવી કહાની સંભળાવી કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.તેણે જણાવ્યું કે તે પાડોશી દીપુ યાદવના પ્રેમમાં પડી ગઇ હતી.

બંનેએ નક્કી કર્યું કે શિખાની ઊંચાઇની મહિલાની હત્યા કરીને તેને શિખાની ઓળખ આપવી જોઈએ.આ કાવતરામાં દીપુનો મિત્ર સુગ્રીવ પણ સામેલ હતો,જે પરિવહન વ્યવસાયી હતો. તે એક છોકરીને જાણતો હતો જે કદમાં શિખાની સાથે ખૂબ સમાન હતી.તેનું નામ પૂજા હતું અને તે પૂજા ત્રણ વર્ષની બાળકીની માતા હતી.

દીપુ અને સુગ્રીવ તેને 3,000 રૂપિયાની નોકરી અપાવવાના બહાને ટ્રક માં ગોરખપુર લઈ આવ્યા હતા. આ પછી પૂજાની ટ્રકમાં જ હત્યા કરવામાં આવી હતી.આ હત્યામાં ટ્રકનો સહાયક બલરામ પણ થોડા રૂપિયાના લોભમાં સામેલ થયો હતો.હત્યા બાદ બધાએ પૂજાના શબનો ચહેરો તીક્ષ્ણ હથિયારથી એવી રીતે બગાડ્યો કે વાસ્તવિક યુવતીના ચહેરા પરથી ઓળખી ન શકાય.

ત્યારબાદ મૃતદેહને  ફેંકી દેવામાં આવ્યો હતો.આ હત્યાના આરોપી બનાવીને પોલીસે શિખા અને દીપુને જેલમાં મોકલી દીધા,બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં પણ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *