સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર એકવાર સુરત શર્મસાર થયું છે. જાણવા મળ્યું છે કે, સુરત શહેરના મજુરાગેટ પાસેની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની પત્નીનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હતો. જયાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં સર્વેન્ટ યુવાને દર્દીની પત્નીને નવો મોબાઇલ ફોન અને રોકડ આપવાની લાલચ આપીને વિશ્વાસ મેળવ્યો હતો. આ ઉપરાંત, ગયા શુક્વારે રાતે વોર્ડના દાદરમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધીને સર્વન્ટ ફરાર થઇ ગયો હતો. સર્વરે આચરેલા દુષ્કર્મ અંગેની ફરીયાદ કરવા માટે હોસ્પિટલની પોલીસ ચોકીમાં દોડી ગઇ હતી. જોકે, હજી સુધી તેની કોઈ ફરીયાદ નોંધાય નથી.
જાણવા મળ્યું છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓના મોબાઇલ ફોન અને રોકડ સહિત ચીજવસ્તુઓ ચોરાય જવાની બાબત નવી નથી. રોજીંદા મોબાઇલ ફોન પકડાતા નથી. આ દરમિયાન, આજે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં સારવાર લઇ રહેલા એચઆઇવી ગ્રસ્ત દર્દીની 25 વર્ષીય પત્નીનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હતો.
ત્યારબાદ હોસ્પિટલના વોર્ડમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા રાહુલ નામના યુવાને દર્દીની પત્નીને મળીને તેના મોબાઇલ ફોન અને રોકડ રકમ આપવાની લાલચ આપીને વિશ્વાસ મેળવ્યો હતો. ત્યારબાદ વાતચીત કરીને ગયા શુક્રવારે રાતે 11 વાગ્યે વોર્ડના દાદરમાં અંધારામાં લઈ જઈ શારિરીક સંબંધ બાંધ્યો હતો. પછી સર્વન્ટે મોબાઇલ ફોન કે રોકડ આપ્યા વિના ફરાર થઇ ગયો હતો.
આ દરમિયાન સર્વન્ટે દર્દીની પત્ની સાથે દુષ્કર્મ બાંધતા પોલીસ ફરીયાદ કરવા હોસ્પિટલમાં આમતેમ દોડધામ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા ગઇ હતી. જયાંથી પોલીસ મથકે જવાનું કહેવામાં આવ્યું હતું. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્વન્ટ દર્દની પત્ની સાથે કરેલા કરતુતના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા પણ ઉભી થઇ છે.
જોકે, આ મામલે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં નથી આવી પછી સત્તાધીશો વિરુદ્ધ આ મામલે ફરિયાદ કરતા હવે આ મામલે તપાસ બાદ તે સત્તાધીશો દ્વારા મહિલા સાથે રાખીને પોલીસ ફરિયાદ કરવાની આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.