તારું કશું ના હોય તો છોડીને આવ તું, તારું બધું જ હોય તો છોડી બતાવ તું.
– રાજેશભાઇ વ્યાસ ‘મિસ્કીન’
પપ્પાની આંગળીએ માણી સાત સૂરોની વાણી, બાંસૂરીમાં સવાર, સાંજે સિતારની સરવાણી.
– રક્ષા શુક્લ
પ્રેમમાં થઇ જાય છે દિલદાર આંખો, વ્હેમમાં થઇ જાય છે ચોકીદાર આંખો.
– મનિષ પાઠક ‘શ્વેત’
-ફૂલની ફરિયાદ શું કરવી હવે, મ્હેકની વચ્ચે વાડ થઇ ગયા.
– હરદ્વાર ગોસ્વામી
શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે.
– રમેશ ચૌહાણ