ચીન: કેટલાક અકસ્માતના વીડિયો ખૂબ જ ભયાનક હોય છે. તેમને જોઈને, સારા લોકોના આત્મા પણ કંપી ઉઠે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ચીનની છે અને તેણે લોકોના દિલને હચમચાવી દીધા છે. આ ભયાનક વીડિયોમાં એક કાર ખાડામાં પડતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખાનગી અહેવાલ મુજબ, આ ઘટના ચીનની છે. એક સ્થાનિક પરિવાર ઝીજિયાંગના ડુકુ હાઇવે પર ફરવા માટે ગયો હતો. ત્યાં એક પ્રવાસન સ્થળ છે, જ્યાંથી ખીણનો સુંદર નજારો જોઈ શકાય છે. તેણે પોતાની કાર ખડક પાસે પાર્ક કરી હતી. થોડી જ વારમાં ગાડી જાતે જ સરકવા લાગી અને ખાઈમાં પડી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે, ડ્રાઈવર કંઈક ખરીદવા અથવા પાણી પીવા માટે કારમાંથી નીકળ્યો હતો.
અકસ્માતના આ વાયરલ વીડિયોમાં એક માણસ તેને કારની બહાર રહીને પડવાથી બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પાછળની સીટ પર બેઠેલી વૃદ્ધ મહિલાએ સમયસર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ કારની આગળની સીટ પર બેઠેલી મહિલા યોગ્ય સમયે પોતાનો સીટ બેલ્ટ ખોલી શકી નહોતી, જેના કારણે તે કાર સાથે ખાઈમાં પડી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ખાડામાં પડી ગયેલી મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જોકે તેને કેટલીક ઈજાઓ પહોચી છે. એવું માનવામાં આવે છે કે કારની હેન્ડબ્રેક યોગ્ય રીતે લગાવવામાં આવી નથી અથવા તે કામ કરતી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.