દેશના સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ દ્વારકાના દરિયામાં તૈયાર- ફેબ્રુઆરીના અંતમાં આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો

Signature Bridge Dwarka: દ્વારકાધીશ મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો આવતા રહે છે. ઓખાથી બેટ દ્વારકા(Signature Bridge Dwarka) જવા માટે બોટનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ ટૂંક…

Signature Bridge Dwarka: દ્વારકાધીશ મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો આવતા રહે છે. ઓખાથી બેટ દ્વારકા(Signature Bridge Dwarka) જવા માટે બોટનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ ટૂંક સમયમાં કચ્છના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુને ગુજરાતના મુખ્ય ભૂમિ ઓખાથી જોડતો આ પુલ ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે. આ પુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે.

978 કરોડ રૂપિયાના ખર્ચે થયો પુલ તૈયાર
આ પુલનું નિર્માણ ઓક્ટોબર 2017માં શરૂ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્રિજનું ઉદ્ઘાટન આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેનું ઉદ્ઘાટન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના નિર્માણમાં લગભગ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સમગ્ર પુલ 4 લેનનો છે, જેની કુલ લંબાઈ અંદાજે 2.32 કિમી અને પહોળાઈ 27.20 મીટર છે.

પુલની ખાસિયત
આ પુલની ખાસિયત એ છે કે લોકો તેના પરથી ચાલી પણ શકશે. બ્રિજની બંને તરફ 2.50 મીટર પહોળી ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે ઓખાથી આવતા ભક્તોને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે બ્રિજ પર ફૂટપાથ બનાવવામાં આવી છે.

એવું કહેવાય છે કે આ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની લંબાઈ લગભગ 900 મીટર છે. આ બ્રિજની સૌથી ખાસ વાત એ છે કે બ્રિજનો લગભગ 900 મીટર કેબલની મદદથી લટકતો હશે પરંતુ તે હવામાં ઝૂલશે નહીં. બ્રિજ પર 152 કેબલ લગાવવામાં આવ્યા છે જેનું વજન 1500 ટન છે. પુલના મુખ્ય ભાગમાં બે તોરણ જેવા આકાર બનાવવામાં આવ્યા છે જે આ પુલને મજબૂતી આપશે.

પુલને તૈયાર કરવામાં ઘણી સમસ્યાઓ આવી હતી
તેમની ઊંચાઈ 130 મીટર છે અને એક તોરણનું વજન લગભગ 14 હજાર ટન છે. દરિયાની વચ્ચે આવેલા આ પુલને તૈયાર કરવામાં ઘણી સમસ્યાઓ આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પુલ માત્ર ત્યારે જ બનાવવામાં આવ્યો હતો જ્યારે પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક અથવા તેનાથી ઓછી હતી.

1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
બ્રિજ પર લાઇટિંગ માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે જે 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. બ્રિજની જરૂરિયાતો પૂરી કર્યા બાદ ઓખા ગામને વધારાની વીજળી પૂરી પાડવામાં આવશે. આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ લોકોને ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી લેવાની જરૂર નહીં પડે. લોકો પગપાળા અથવા કાર દ્વારા પુલ પાર કરશે અને ઓખાથી સીધા બેટ દ્વારકા પહોંચશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પુલનું ઉદ્ઘાટન 22 તારીખના રોજ કરશે.તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.