એવું તો શું કાંડ કર્યો કે, વડોદરા નજીક ચીખલી પોલીસ મથકના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત PI ની થઈ અટકાયત

ગુજરાત: ચીખલી (Chikhli) પોલીસ સ્ટેશન (Police station) માં બે મહિના પહેલા થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ દ્વારા હત્યા (Murder) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યા…

ગુજરાત: ચીખલી (Chikhli) પોલીસ સ્ટેશન (Police station) માં બે મહિના પહેલા થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ દ્વારા હત્યા (Murder) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યા પછી આજે 2 મહિના બાદ 3 આરોપી પોલીસની એવા PI, હેડ કોન્સ્ટેબલ તથા એક કોન્સ્ટેબલની ધરપકડ (arrest) કરવામાં આવી છે. હજુ પણ એક કોન્સ્ટેબલ તથા PSI પોલીસ પકડથી દુર છે. હાલમાં તેમની શોધખોળ ચાલી રહી છે.

નવસારી LCB પોલીસ દ્વારા ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી PI., હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. 20 જુલાઈએ ચીખલી પોલીસ સુનિલ પવાર તથા રવિ જાધવને બાઇક ચોરીના ગુનામાં ઉંચકી લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

રાત્રીમાં તેઓને પોલીસ સ્ટેશનનાં કમ્પ્યુટર રૂમમાં રાખવામાં આવ્યા હતા કે, જ્યાં 21 જુલાઈનાં રોજ સુનિલ પવાર તથા રવિ જાધવે કમ્પ્યુટર વાયર વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેને કારણે આદિવાસી સમાજના આગેવાનો તથા રાજકીય પક્ષો મૃતકના પરિવારોને ન્યાય અપાવવા કાવાદાવા શરૂ કરવામાં આવ્યા હતા.

જો કે, રાજ્ય સરકાર દ્વારા બંને મૃતકના પરિવારજનોને 3 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું હતું. છેલ્લા 2 માસથી આરોપી પોલીસ ભાગી ગયો હોવાથી આદિવાસી સમાજ તથા ચીખલી-વાંસદાના ધારાસભ્ય તેમના આગેવાનો સાથે ધરણાં પ્રદર્શન કરવાની તૈયારી કરવામાં આવી હતી. જો કે, હાલમાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપી PI. એ.આર. વાળા, હે.કો. શક્તિસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ રામજી યાદવને પકડી પાડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *