કોંગ્રેસનો સંકટ વધુ ઘેરાયો છે. અત્યારે કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ સાફ કહી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસનો અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. હું હવે પાર્ટીનો અધ્યક્ષ નથી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટી જલ્દી જ નવા અધ્યક્ષની ચૂંટણી કરશે.
રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે પાર્ટીના નવા અધ્યક્ષ એક મહિના પહેલા ચૂંટી લેવામાં આવશે.
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે લગભગ નક્કી જ છે કે કોંગ્રેસનો આગળના અધ્યક્ષ નેહરુ-ગાંધી પરિવારથી નહીં હોય. કેમકે રાહુલ ગાંધી હવે કોઇપણ કિંમત ઉપર રાજીનામું પરત લેવાના મૂડમાં નથી. જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની ને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જોકે પાર્ટીના દિગ્ગજ નેતા તેઓને મનાવવામાં લાગ્યા છે. પરંતુ તેઓ કોઈની વાત માનવા તૈયાર નથી.
542 લોકસભા સીટ માટે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ફક્ત 52 સીટ પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસ પોતાના સાથીદારો સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી. એવામાં પહેલી વાર પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટણીમાં પાર્ટી નું સુકાન સંભાળી રહેલા રાહુલ ગાંધીએ હારની જવાબદારી લીધી અને પોતાનું રાજીનામું કોંગ્રેસ વર્કિંગ કમિટીની આપ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.