ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ વડોદરામાં ગુનો નોંધાયો હતો અને બીજો ગુનો વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો હતો. વાપીમાં રહેતો ઇમરાન વશી અંસારી નામના એક પરણીત યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
ત્યારબાદ તેનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો. આરોપી ઇમરાન અંસારી જૈન યુવતીને અજમેર અને ઇન્દોર લઇ ગયો હતો અને બળજબરીથી યુવતી પર દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાનો પ્રયાસો કર્યો હતો.
પોલીસે મોબાઇલ લોકેશનનાં આધારે મધ્યપ્રદેશનાં ઇન્દોરથી યુવકની ધડપકડ કરવામાં આવી હતી. પોલીસને મુસ્લિમ યુવકે જણાવ્યુ હતું કે, પ્રથમ પત્નીને સુહાગરાતના દિવસે જ જૈન યુવતી અંગેની વાત કરી હતી. જયારે પહેલી પત્નીને જાણ હોવા છતાં મુસ્લિમ યુવક જૈન યુવતીને લગ્ન કરાવવા ભગાડી ગયો હતો.
આ હરકતમાં પત્નિની પણ સંમતિ હોવાનું પોલીસ માની રહી છે. એટલું જ નહી આ બંને પાસે એવું સોફ્ટવેર હતું કે, બંને વાતચીત કરે તેની જાણ પરિવારને ન થાય. આ જ સોફ્ટવેરમાં ચેટિંગથી ભાગવાના પ્લાનની વાતચીત થઇ હતી.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૂળ બંગાળનો વતની આરોપી ઇમરાન અંસારી છે. વાપીના કબ્રસ્તાન રોડ પર એક મોબાઇલની દુકાન તેના ત્રણ ભાઈઓ સાથે ચલાવતો હતો અને તે યુવતીના પરિવારની નજીક જ રહેતો હતો. ઇમરાન અંસારી પોતે પરિણીત હોવા છતાં યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતી ને ભગાવીને લઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.