સાપુતારામાં ST બસને નડ્યો અકસ્માત, બસ પલટી ખાઈ જતા એક સાથે 50 મુસાફરો…

ગુજરાત(Gujarat): શિરડી-સુરત-બગસરા એસટી બસ(ST bus)ને ડાંગ(Dang) નજીક વઘઈ(Waghai) ખાતે અકસ્માત(Accident) નડ્યો હતો. જિલ્લાના વઘઈ સાપુતારા(Saputara) રોડ પર મકર ધ્વજ મંદિર પાસે સરકારી ST બસ પલટી ગઈ હતી. પ્રથમ વરસાદ બાદ એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. જોકે, બસમાં સવાર તમામ 40 થી 50 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ ઘાયલોને વઘાઈ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારા આંતરરાજ્ય હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે વઘઈ સાપુતારા રોડ સ્થિત મકર ધ્વજ મંદિર પાસે સરકારી એસટી બસનો અકસ્માત થયો હતો. શિરડીથી સુરત બગસરા જતી GJ 18Z 7669 નંબરની બસના ચાલકે વરસાદી માહોલમાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જોકે, બસમાં સવાર 40 થી 50 મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજાઓ થઈ હતી.

અકસ્માતના પગલે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને ઈજાગ્રસ્તોને વઘઈ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસ અકસ્માતના સંદર્ભમાં મુસાફરોએ વૈકલ્પિક વાહનની માંગણી કરી હતી. અકસ્માત બાદ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને એલસીબી પીએસઆઈ જયેશ વળવી તેમજ વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *