ભાજપના સાંસદે જ PM મોદીના નામે ઉઘરાવેલા ફંડ બાબતે કરેલા ગંભીર પ્રશ્નએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર ગરીબ મજૂરોને લઈને આકરા પ્રહાર કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામી પોતાની બેબાકી માટે જ લોકપ્રિય છે. તેમજ પોતાની સરકારની ટીકા કરતા પણ તેઓ ગભરાતા નથી. સ્વામીએ મોદી સરકાર પર પ્રવાસી મજૂરો પાસેથી રેલ્વે ટિકિટનું ભાડુ વસુલવાને લઇને નિશાન સાધ્યુ છે, તેમણે કહ્યું કે તેનું ભાડુ પીએમ કેયર્સ ફંડમાંથી આપવુ જોઇએ.

સુબ્રમણ્યમ સ્વામીએ મજૂરો પાસેથી વસુલવામાં આવતી ટિકિટ અંગે ટ્વિટર કરતા લખ્યુ, ‘આ ભારત સરકારની કેવી નૈતિકતા છે કે તે ભૂખ્યા-તરસ્યા પ્રવાસી મજૂરો પાસેથી તેમની મુસાફરીનું ભાડુ વસુલી રહી છે. એર ઇન્ડિયા વિદેશમાં ફસાયેલા ભારતીયોને મફત પરત લઇને આવી. જો રેલ્વે મજૂરોનું ભાડુ આપવાનો ઇનકાર કરે છે તો તે પીએમ કેયર્સ ફંડમાંથી આપવું જોઇએ.’

આ પહેલા રેલ્વેએ જાહેર કરેલી પોતાની ગાઈડલાઇનમાં કહ્યું હતું કે તે રાજ્ય સરકારે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ટિકિટનું ભાડુ મુસાફરો પાસેથી વસૂલીને પુરેપુરી રકમ રેલ્વેને સોંપવાની રહેશે. આવુ 40 દિવસની મુસાફરી, મેલ અને એક્સપ્રેસ ટ્રેન બાદ કરવામાં આવ્યુ. અત્યાર સુધી રેલ્વેએ રાજ્ય સરકારોના અનુરોધ પર પ્રવાસી મજૂરોને તેમના રાજ્ય પહોચાડવા માટે એક ડઝનથી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવી છે.

આ પહેલા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઇને સરકાર પર નિશાન સાધ્યુ હતું. રાહુલ ગાંધીએ પૂછ્યુ કે એક તરફ રેલ્વે પીએમ કેયર્સ ફંડમાં દાન આપી રહી છે, તો બીજી તરફ મજૂરો પાસેથી ભાડુ વસુલી રહી છે, આ કોયડો ઉકેલો. બીજી તરફ સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે પ્રદેશ કોંગ્રેસ કમિટી જરૂરીયાત ધરાવતા પ્રવાસી મજૂરોના ભાડાનો ખર્ચ ઉઠાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *