સુપ્રીમ કોર્ટે એવો અણસાર આપ્યો હતો કે ઉન્નાવ રેપ કેસ અને એની સાથે સંકળાયેલા બીજા બધા કેસ ઉત્તર પ્રદેશની બહારની કોર્ટમાં ટ્રાન્સફર થઇ શકે છે.
આજે જો કે આ મુદ્દે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. બુધવારે સોલિસિટર જનરલે અદાલતને એવી માહિતી આપી હતી કે ભાજપી ધારાસભ્યના માથાભારે સાથીદારો આ કેસના સાક્ષીઓ પર દબાણ કરીને હકીકતોનું વિકૃત રૂપાંતર કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસની તપાસ કરી રહેલા સીબીઆઇના અધિકારી લખનઉમાં છે. એટલે રૂબરૂ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી.
સુ્પ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇ અમારી સાથે ફોનમાં તો વાત કરી શકે છે ને. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અત્યાર સુધી કેટલી અને કેવી તપાસ થઇ છે તે તથા રાયબરેલીમાં પીડિતાની કારને થયેલા અકસ્માતની વિગતો પણ માગી હતી. પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટને લખેલી ચિઠ્ઠીની પણ માગણી કરી હતી અને 17 જુસાઇએ લખેલી આ ચિઠ્ઠી કોર્ટને સમયસર કેમ આપવામાં ન આવી એનો જવાબ પણ માગ્યો હતો.