સુરત(Surat): શહેરના અમરોલી(Amaroli)ના છાપરાભાઠા વિસ્તારમાં આવેલ આદર્શ નગર સોસાયટીમાં ધોરણ 12ના પૂર્વ વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારની ખુશી શોકની લાગણીમાં ફેરવાઈ ગઈ હતી. વિદ્યાર્થીના કાકાએ કહ્યું કે, વિવેક માવતરને દગો કરી ગયો છે. એકના એક દીકરા વિવેકને આગળ અભ્યાસની અને ભણવા જવાની ઈચ્છા હતી. લોકડાઉનમાં અભ્યાસ છુટી ગયો અને હવે જિંદગી છૂટી ગઈ. અમરોલી પોલીસે વિવેક આપઘાત કેસમાં આગળની તપાસ હાથ ધરી છે.
ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો વિદ્યાર્થી:
અમરોલી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ઘટના ગુરૂવારની સાંજે 6થી 9 વચ્ચે બની હોય એમ કહી શકાય છે. પરિવાર તેમના સાઢુ ભાઈને ત્યાં જમવા ગયો હતો. પરત ફરતા દીકરો વિવેક નરેશ કાકડીયા (ઉ.વ.17) ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા શોકની લાગણી છવાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, વિવેક હાલ હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, વિવેકને ફરીથી ભણવાની ઈચ્છા થઇ હતી પરંતુ તેમની શાળાની ફિ ભરવાની બાકી હતી. જેથી શાળાની ફિ નહિ ભરાતા વિધાર્થી માનસિક તણાવમાં હતો. જેને કારણે આ અંતિમ પગલું ભરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.