સુરતમાં પૈસાની લેતી દેતીમાં એક વ્યક્તિને પાઈપ અને લાકડાના ફટકા વડે માર્યો ઢોર માર- તમામ આરોપીની ધરપકડ

સુરત(Surat): શહેરમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં જ આવી એક ઘટના સામે આવી છે. જે ઘટનામાં ઉછીના લીધેલા પૈસાને લીધે થઇ છે. પૈસાને લીધે મારામારી જેવી ઘટના ઘટી હતી. સુરતના વરાછા(Varachha) વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામ કરતા હિરેન પડસાળાએ તેમના મિત્ર જતિન દેસાઈ પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેમાં ૭૦ હજાર પરત આપ્યા બાદ ૩૦ હજાર રૂપિયા બાકી હતા જે આપવામાં વિલંબ થયો હતો જેમાં હિરેન પોતાની બાઈક લઈને કામ માટે નીકળ્યો હતો.

ત્યારે સરથાણા કિરણ ચોક પાસે એક સમયે મનીશ કુકરી ગેંગ સાથે કામ કરતા રોનક પરી અને તેના સાગરિત પીયુષ ઉર્ફે પી.પી. યુવકને રોક્યો હતો અને કારમાં બેસાડી અપહરણ કરીને યોગીચોક ખાતે એક ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં રોનક ઉર્ફે પરી, પીયુષ, રાહુલ, રમેશ બોરડા, મૌલિક ભુવા અને રાજેશ બાલધાએ પાઈપ અને લાકડાના ફટકા વડે ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ જાહેરમાં અન્ય જગ્યા પર લઇ જઈને હવા ભરવાના પંપની પાઈપથી ફટકાર્યો હતો જેમાં આરોપીઓએ જતિન દેસાઈ પાસેથી હવાલો લીધો હતો અને પૈસા કઢાવવા માર માર્યો હતો.

સામાન્ય પૈસાની લેતીદેતીમાં હવાલો લઈને માર મારનાર યુવકો રીઢા ગુનેગારો છે અને એક સમયે મનીષ કુકરી ગેંગના સભ્યો હતા જે ઘટના બનતા યુવકે સરથાણા પોલીસ મથકમાં પોતાની આપવીતી જણાવી હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી જેમાં આરોપીઓ પૈકી રાહુલ રમેશ બોરડા, મૌલિક ભુવા અને રાજેશ બાલધાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સરથાણા પોલીસે યોગીચોક ખાતે રેડ કરતા જાણવા મળ્યું હતું કે, આ તમામ ઇસમો રાત્રીના સમયે નશો કરીને લોકોને હેરાન પરેશાન કરે છે અને તમામ રીઢા ગુનેગારો છે જેમના વિરુદ્ધ અનેક ફરિયાદો છે અને પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ આવા ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *