રાજ્યમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સૂરતના ડીંડોલી વિસ્તારમાં બંધ ફ્લેટમાં એક વ્યક્તિએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં બંધ ફ્લેટને નિશાન બનાવીને ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સૂરતના ડીંડોલીમાં 4.66 મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ તે બેકાર થઈ ગયો હોવાથી બાઈક પર રેકી કરવા નીકળતો હતો. આ દરમિયાન જે મકાન બંધ હોય તેમાં ચોરીની યુક્તિ ચલાવતો હતો. ઘરેણા વેચવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરી કર્યા બાદ આ યુવક આજ રોજ ઘરેણા વહેચવા જઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે, જયેશ ઉર્ફે જીતુ સોમાભાઈ પટેલ (ઉ.વ.આ.38) રહે. સચિન ગુ.હા.બોર્ડ રોડ મૂળગામ ભટલાવ તા.બારડોલીને સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તથા સ્પલેન્ડ બાઈક એમ કુલ મળી 4.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ તે બેકાર થઈ ગયો હતો. પૈસાની જરૂર હતી. જેથી પોતાની બાઈક લઈને ડિંડોલી વિસ્તારમાં બપોરના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.
ભંગારવાળા પાસેથી એક લોખંડનો સળીયો ખરીદી કરીને બંધ ફ્લેટનું તાળુ સળીયા વડે તોડી ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ફોનની ચોરી કરી હતી. આ દાગીના વેચવા જતા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ઝડપીને વધુ 3 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle