દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. આમાંથી એક પરીક્ષામાં પણ પાસ થઈએ તો આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. એવામાં કોઈ જેટલી પરીક્ષા આપે તે બધામાં પાસ થઈ જાય તો શું કહેશો? તેમાંથી ભાગ્યે જ કોઈ એવા વિદ્યાર્થી હશે જે એન્જિનિયરિંગ અને મેડિકલ એક્ઝામ બંને ક્રેક કરી શકે. શું આ નસીબ છે કે આકરી મહેનત ?
સુરતની સ્તુતિ ખંડવાલાએ JEE Main 2019, NEET 2019, JIPMER MBBS 2019, AIIMS MBBS 2019 બધી જ પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. નવાઈની વાત એ છે કે તે આટલા ટોપ સ્કોર છતાંય ભારતની કોઈ કૉલેજમાં સીટ નહિ લે. તેને યુ.એસની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (MIT)માં તેની પસંદગી થઈ ગઈ છે અને હવે તે યુ.એસમાં આગળ અભ્યાસ કરશે.
સ્તુતિ કોટાના એલન કરિયર ઈન્સ્ટિટ્યુટની વિદ્યાર્થીની છે. તેણે બોર્ડની પરીક્ષામાં 98.8 ટકા સ્કોર કર્યા હતા. રાજસ્થાનમાં વિજ્ઞાન પ્રવાહમાં તેણે પહેલો નંબર મેળવેલો હતો. સ્તુતિ AIIMS MBBS 2019 પરીક્ષામાં પણ દસમો નંબર મેળવ્યો હતો. તેણે NEET ક્લિયર કરી છે અને AIR 71 મેળવ્યા છે. સાથે જ JIPMER MBBSમાં AIR 27, JEE MAINSમાં 1086 મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. તે દેશમાંથી કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું તેની વિચારણા કરતી હતી ત્યારે MITમાંથી તેને એડમિશન માટે તેડું આવ્યું હતું. તે આગળ રિસર્ચમાં જવા માંગે છે.
તેણે પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને એલન ઈન્સ્ટિટ્યુટના શિક્ષકોને આપ્યો હતો. કોચિંગ ઉપરાંત સ્તુતિ રોજ 12થી 13 કલાક વાંચતી હતી. તેણે ફોકસ ટેક્સ્ટબુક પર અને ક્લાસમાં થતા રેગ્યુલર રીવીઝન પર રાખ્યું હતું. તે થોડા થોડા ગાળે બધા જ વિષયોનો અભ્યાસ કરતી હતી. સ્તુતિના માતા-પિતા ડોક્ટર છે. તેની માતા ડો. હેતલ ડેન્ટિસ્ટ છે અને તે સ્તુતિ સાથે ત્રણ વર્ષ સુધી કોટા રહ્યા હતા. તેના પિતા શીતલ ખંડવાલા પેથોલોજિસ્ટ છે અને દર વીકેન્ડ પર તેમને મળવા જતા હતા.
સુપર 30ની વાત કરીએ તો આનંદ કુમારના 30માંથી 18 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ ક્રેક કરી હતી અને IITમાં એડમિશન મેળવ્યું હતું. વર્ષ 2008, 2009, 2010 અને 2017માં ત્રીસે ત્રીસ વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ ક્રેક કરી હતી જેને કારણે સંસ્થાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે આ વખતે ક્રેક કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ દરેકે એટલો સ્કોર તો મેળવ્યો જ છે કે NITમાં એડમિશન મેળવી શકે. તે પણ ઘણી સારી વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.