તાજેતરમાં જ સુરતમાં ભાજપના એક ધારાસભ્ય દ્વારા સુરતની સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને તંત્રની પોલ ખોલી ને દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી સુરતના જ એક સિનિયર ધારાસભ્ય છે. જેમણે એક વર્ષ અગાઉ સિવિલ હોસ્પિટલમાં આ રીતે જ તંત્રની બેદરકારી સામે અવાજ બુલંદ કર્યો હતો અને બેદરકાર ડોક્ટર અને સિવિલ તંત્રને આડેહાથે લીધું હતું. આરોગ્ય મંત્રી અને ધારાસભ્યની મુલાકાત બાદ પણ સિવિલ તંત્ર અને આરોગ્ય વિભાગ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી રહ્યું નથી. તેમાં સરકાર અને આરોગ્ય મંત્રી ની પોલ ખુલી ગઈ છે.
બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં સુરતના યુવાન અને જોશીલા ધારાસભ્ય હર્ષ સંઘવી એ ડોક્ટરોને સરખુ કામકાજ નહીં હોય, તો ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી અને ભૂતકાળમાં આરોગ્યમંત્રી આપેલી સૂચનાઓ નો અમલ થઈ રહ્યો નથી. તેની પોલ ખુલ્લી પડી ગઇ હતી. આ ઘટના બાદ સુરત મા ચર્ચાઓ ચાલી રહી છે. કે ધારાસભ્યએ પોતાના સિનિયર મંત્રી ની પોલ ખોલવા માટે આ કામ કર્યું હશે કે શું? નોંધનીય છે કે, ધારાસભ્યની આ ધમકી બાદ પણ કોઇ કાર્યવાહી થઇ નથી અથવા તો થોડા દિવસ અગાઉ રોડ રસ્તા પર ઉતરેલા ડૉક્ટરો પણ છુપાઈને બેઠા છે જેનું કારણ હજુ સુધી અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રીએ ઓચિંતી મુલાકાત લઇને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અને ડોકટરોની બેદરકારી સામે આવી હતી અને આરોગ્ય મંત્રીએ ઠપકો પણ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સિવિલમાં વારંવાર એમ આર આઈ મશીન વારંવાર બગડી જવા ના કિસ્સાઓ વખતે પણ આ જ જોશીલા ધારાસભ્ય વારંવાર સિવિલ તંત્રને ઠપકો આપ્યો છે. પરંતુ આ ઠપકાની અસર તંત્ર પર જરા પણ ન હોય તેઓ હજી સુધી દેખાઈ રહ્યું છે.
થોડા દિવસ અગાઉ જ સિવિલ માં દર્દીઓ માટે પંખા ન હોવાનું બહાર આવ્યું હતું, અને દર્દીઓને પંખા ઘરેથી લાવવાની નોબત આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.