સાયબર ક્રાઈમમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં હજારો રૂપિયા પરત કરાવી આપતી સુરતશહેર ક્રાઈમબ્રાન્ચ

સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના આદેશથી સુરતમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને ઝડપથી ઉકેલી કાઢવા માટે સૂચના આપવામાં આવ્યા છે. એક અરજદારે સમયસૂચકતા દાખવીને 100…

સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના આદેશથી સુરતમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને ઝડપથી ઉકેલી કાઢવા માટે સૂચના આપવામાં આવ્યા છે.

એક અરજદારે સમયસૂચકતા દાખવીને 100 નંબર ઉપર તેની સાથે થયેલી છેતરપિંડી વિશે જાણ કરી હતી. તેમણે તુરંત જ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવી પોતાની રજૂઆત કરતાં કહ્યું હતું કે મોબાઇલમાં ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી રૂપિયા 92000 ઉપાડી લીધા હતા. જેમાંથી ફરિયાદીને ૭૧ હજાર રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં પાછા મળ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચે તેમની મદદ કરી હતી.

પોલીસે પણ લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે. તેમજ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે  આવા બનાવો બને તો સુરત  પોલીસ સ્ટેશનને જાણ કરો અથવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો. જો તે શક્ય હોય તો સૌપ્રથમ પોલીસ નંબર 100 ઉપર સંપર્ક કરો, નજીકના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરો. આ ફરિયાદ તમારે બનાવ બન્યાના ૨૪ કલાકમાં કરવી ખૂબ જરૂરી છે, જેથી ફરિયાદીને આર્થિક નુકસાન થતું રોકીને પૈસા પરત અપાવી શકાય.

સુખરામ પ્રજાપતિ કે જેવો લિંબાયતના રહેવાસી છે તેમની સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી.તોડબાજે તે આરબીએલ બેંકનો અધિકારી હોવાનું કહ્યું હતું અને કેવાયસી અપડેટ કરવા માટે મોબાઈલમાં ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને ૯૨ હજાર રૂપિયા પડાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *