સુરત સિવિલનું તાલીબાની ફરમાન- કોરોના સિવાયના દર્દીને પ્રવેશ નહી ,ઈમરજન્સીવાળા કેસમાં ડોક્ટર પરમીશન પછી જ એન્ટ્રી

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે.

તેમાં પણ ગુજરાતના મહાનગર સુરતની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે આજરોજ આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલે પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને રઝળતા મૂકી દીધા છે. સુરત સિવિલ હોસ્પિટલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દરવાજા બંધ કરી દીધા છે. ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે હવે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત સિવિલ હોસ્પિટલ સામાન્ય બીમાર દર્દીઓ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. ન્યુ સિવિલ હોસ્પિટલ રીગરોડનો મુખ્ય ગેટ સામાન્ય લોકો માટે બંધ કરાતા ચર્ચાનો વિષય બન્યું છે. ન્યુ સિવિલ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી દર્દીઓને ડોક્ટરની પરવાનગી બાદ ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. ત્યાં સુધી દર્દીઓ ગેટ બહાર ભડ તડકે રોડ પર ઉભા રહી ડૉક્ટર ની પરવાનગીની રાહ જોવા લોકો મજબુર બન્યા છે.

સુરત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં હાલ ગંભીર દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી જેને કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ધસારો થઈ રહ્યો છે. પરંતુ આજે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેતા દર્દીના સગાની હાલત કફોડી થઈ રહી છે. ગંભીર દર્દીઓના સગાઓ દરદીને લઇને ચિંતામાં જોવા મળી રહ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓની બેઠક થઈ રહી છે આ બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં કેટલીક હોસ્પિટલે નવા કોરોના દર્દીઓને દાખલ કરવાનું અચનાક જ બંધ કરી દીધું છે. જેનું મુખ્ય કારણ ઓક્સિજનની અછત છે. સુરતમાં કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો જૂજ બચ્યો છે તો શહેરને 250 ટન સામે 220 ટન ઓક્સિજનની આવક મળી રહી છે. એક અંદાજ પ્રમાણે ઓક્સિજન ન મળતા સુરતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.

સુરતમાં તબીબોના જણાવ્યા અનુસાર, અગાઉના સમયમાં ઓક્સિજનની અછત થવાની ભીતિ છે પરિસ્થિતિ વિકટ બની રહી છે. કેટલીક હોસ્પિટલે નવા દર્દીઓ દાખલ કરવાનું પણ બંધ કર્યું છે. જેમાં મિશન હોસ્પિટલ, સિડ્સ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલો ઓક્સિજનની અછતના કારણે મુંઝવણમાં મૂકાઈ છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં હાલમાં 220 ટન ઓક્સિજનની આવક છે. પરંતુ સુરતમાં 250 ટનથી વધુની માંગ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે સુરત શહેરમાં ઓક્સિજન ઓછો આવ્યો છે.

સુરત ન્યુ સિવિલ હોસ્પિટલના બર્ધર્સએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લા 60 દિવસથી કોરોનાની માહામારીમાં સપડાયેલા દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાય રહી છે. સામાન્ય બીમારીના દર્દીઓને સારવાર વગર માત્ર દવા લઈ પરત ફરવાનો વારો આવ્યો છે. જો આજની વાત કરીએ તો સિવિલ કેમ્પસની જૂની બિલ્ડીગમાં 1150ની કેપિસિટી સામે 249 કોરોના પોઝિટિવ અને 79 સામાન્ય બીમારીઓના દર્દીઓ દાખલ છે. સ્ટેમસેલ હોસ્પિટલની વાત કરીએ તો 1000ની કેપિસિટી સામે 578 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે અને કિડની હોસ્પિટલ ની વાત કરીએ તો 400 ની કેપિસિટી સામે 207 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. એટલે હાલ સિવિલ કેમ્પસની ત્રણ બિલ્ડીંગમાં 1105 દર્દીઓ દાખલ હોય અને 1400 જેટલા બેડ ખાલી હોવા છતાં ગેટ બંધ કરી દર્દીઓને ભગાડવાનું કાવતરુ રચાય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *