સુરતમાં કોરોનાએ ધારણ કર્યુ રોદ્ર સ્વરૂપ: એક જ દિવસમાં 260 કેસ, આ વિસ્તારમાં સ્થિતિ ભયંકર

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસમાં જંગી વધારો થઈ રહ્યો હતો. પરંતુ અત્યારની સ્થિતિ જોતા અમદાવાદ કરતા પણ સુરત આગળ નીકળી ગયું છે. જે સુરત માટે એક ચિંતાજનક બાબત છે.

રાજ્ય સરકાર દ્વારા ભાર પાડવામાં આવતા આંકડાઓ મુજબ, છેલ્લા 10 દિવસના કોરોનાના આંકડાઓ વિષે વાત કરવામાં આવે તો અમદાવાદ કરતા સુરતના આંકડાઓ વધુ સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં કોરોના બેકાબૂ બની ગયો છે. ઉઘડતા સપ્તાહે સિટીમાં સોમવારે એક સાથે 201 અને ગ્રામ્યમાં 59 મળી કુલ 260 દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સુરત સિટીમાં 8 અને ગ્રામ્યમાં બે દર્દીના મોત થતા મૃત્યુઆંક 259 થયો છે. જ્યારે કુલ કેસનો આંકડો 6756 થયો છે. આજે વરાછા-એ, બી ઝોન મળીને 72 કેસ નોંધાયા હતા.

સુરત આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછામાં રહેતા 52 વર્ષીય આધેડને ગત તા.6 ઠ્ઠીએ ,લાલદરવાજા ખાતે રહેતા 65 વર્ષીય વૃધ્ધને ગત તા.4 થીએ ,કતારગામમાં રહેતા 62વર્ષીય વૃધ્ધાને ગત તા.4થીએ અને અડાજણમાં રહેતા 75 વર્ષીય વૃધ્ધાને ગત તા.4થીએ,આસપાસમાં રહેતા54 વર્ષીય પ્રોઢને ગત તા.1લીએ,પાલનપુરમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધને ગત તા.26મીએ,મહિધરપુરામાં રહેતા 73 વર્ષીય વૃધ્ધને ગત તા.28મીએ અને વરાછાના 48 વર્ષીય આધેડને ગત તા.૫મીએ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

બાદમાં વારા ફરતી આ તમામનાં મોત થયા હતા. વરાછાના કેસમાં કેન્સર, લાલદરવાજાના કેસમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ, કતારગામના કેસમાં કેન્સર અને અડાજણના કેસમાં બ્લડ પ્રેશરની બિમારી હતી. જ્યારે સુરત જિલ્લામાં પલસાણાના વરલીમાં રહેતા 37 વર્ષીય યુવાન અને ઓલપાડના સાયણમાં રહેતા 56 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

આજ રોજ સુરત SMC ના આંકડાઓ અનુસાર, સુરત સિટીમાં કોરોનામાં આજે 201 દર્દીઓમાં સૌથી વધુ વરાછા બી 37, વરાછા એ 35, સેન્ટ્રલમાં 26, કતારગામના 26, રાંદેર 12, લિંબાયતમાં 17, ઉધનામાં 18 અને અઠવાના 30 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સિટીના કેસ 5894, મૃત્યુઆંક 230 જ્યારે ગ્રામ્યમાં કુલ કેસ 862 અને મૃત્યુઆંક 29 થયો છે. સિટી-ગ્રામ્યના કુલ કેસનો આંક 6756 અને મૃત્યુઆંક 259 થયો છે. સિટીમં આજે વધુ 126 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 3635 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં આજે 16 દર્દી મળીને અત્યારસુધી કુલ 426 દર્દીને રજા ્અપાઇ છે. કુલ 4061 દર્દી સાજા થયા છે.

સુરત નવી સિવિલમાં સારવાર લેતા કોરોના સંક્રમિત 260 દર્દીઓ ગંભીર

સુરત SMC ના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 230 વ્યક્તિઓના મોતને ભેટયા છે  .નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 386 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 262- દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 5- વેન્ટિલેટર, 24- બાઈપેપ અને 231 દર્દીઓ ઓક્સિજન પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *