સુરત જીલ્લા માંડવીમાં એક વખત ફરી દીપડાનો આતંક બહાર આવ્યો છે. ગુરુવારનાં રોજ સાંજનાં સમયે આંગણમાં રમતી બાળકી ઉપર હુમલો કરી બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, દીપડાનાં હુમલાનાં 24 કલાકની અંદર જ પીડિત પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક આપ્યો હતો.
મળેલ માહિતી અનુસાર દીપડાનાં હુમલામાં મૃત્યુ થયા પછી મૃતકનાં પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની 24 કલાકમાં ચુકવવામાં આવી હતી. માંડવી તાલુકાનાં દક્ષિણ રેન્જનાં વદેશીયા ગામે ગતરોજ વન્યપ્રાણીએ મધરકુઈ ગામની રહેવાસી આરવી યોગશભાઈ ગામીત ઉપર હુમલો કરી મૃત્યુ નીપજાવ્યું હતું. જેનાં પરિવારજનોને મદદ પેટે ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. બીજી બાજુ વનવિભાગની ટીમ અને લેપર્ડ એમ્બેસિટરની ટીમ સુરત શહેર દ્વારા દિપડાને પકડવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવી બધી ટીમમાં 10-10 સભ્યો રાખી સવારનાં 6 વાગ્યાથી રાત્રીનાં 10 વાગ્યા સુધી તપાસ કરી હતી.
મૃતક દીકરીનાં પરિવારને સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. જેમાં વદેશીયાનાં સરપંચ અને મૃતકનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. દીપડાને શોધવા માટે 5 ટ્રેપ કેમેરા તેમજ 2 CCTV કેમરા મુકવામાં આવ્યાં છે. તેની સાથે 7 જગ્યાએ મારણ તેમજ પાંજરા પણ મુકવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે, સુરત શહેરનાં માંડવી તાલુકાનાં મધરકુઈ ગામે મોડી સાંજનાં સમયે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘરની બહાર પોતાનાં નાના ભાઈ સાથે રમી રહી હતી તે સમયે અચાનક દીપડાએ આરવી ઉપર હુમલો કરી દીધો હતો તેમજ ગળાનાં ભાગેથી આરવીને પકડીને ખેતરમાં લઇ ગયો હતો. જોકે નાના ભાઈએ બુમાબુમ કરતાં ઘર પરિવારજનોનાં દીપડાની પાછળ દોડતા દીપડો આરવીને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો ,જોકે પરિવારજનો આરવી સુધી પહોચે ત્યાં સુધીમાં આરવીનું મૃત્યુ થઇ ચુક્યું હતું.
બનાવની જાણ આ વિસ્તારનાં ધારાસભ્ય આનંદ ચૌધરીને થતાં આનંદ ચોધરી બનાવ સ્થળે પહોચ્યા હતા તેમજ આખા બનાવને વખોડી કાઢ્યો હતો, સ્થાનિકો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વન ખાતાને જાણ કરવા છતાં પણ વન ખાતા દ્વારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાનાં આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ધારાસભ્ય આનંદ ચૌધરી પણ બનાવ સ્થળે આવ્યા હતા તેમજ વન વિભાગ દ્વારા જો દીપડાને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડાને જાનથી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્યએ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle