સુરત(ગુજરાત): હાલમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત(surat)નાં ગોડાદરા(gadodara)માં બે દિવસ પહેલાંની બબાલની અદાવત રાખી ત્રણ જણાએ એક યુવકને ગણેશ મંડપના ભંડારા પાસે જ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૂળ બિહાર(bihar)નો અમિતકુમાર રવાણી (22) હાલ ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ-2માં રહે છે. તે ટેક્સટાઇલ માર્કેટ(Textile market)માં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે તે બાઇક લઈને ઘરે આવતો હતો ત્યારે આરોપી અમિત યાદવ તેનું બુલેટ લઈને આવ્યો અને અમિતકુમારની બાઇકને કટ મારી ગાળો આપી ચાલ્યો ગયો હતો.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે સોસાયટીમાં ભંડારો હતો. જ્યાં અમિતકુમાર, તેના મિત્રો ચંદન પાસવાન અને આદિત્યસિંહ અખિલેશ રાજપુત જમવા ગયા હતા. આ ઉપરાંત, આરોપી અમિત ઉર્ફ પ્રધ્યુમન યાદવ, રોહિત ઉર્ફ વિકી યાદવ અને રીતુરાજ પાસવાન પણ ત્યાં જ હતા. આ દરમિયાન, અમિતકુમારે મિત્ર ચંદનને કહ્યું કે અમિત તેને હેરાન કરે છે, જેથી ચંદન અમિતને સમજાવવા જતાં અમિતે ઝઘડો કરી ચપ્પુ કાઢ્યું હતું. જેથી તમામ મિત્રો પોતાનો જીવ બચાવીને સોસાયટીમાં સંતાઈ ગયા હતા.
આ દરમિયાન, એક મિત્ર ન મળતાં તેને શોધવા માટે આદિત્યસિંહ બાઇક લઈને નીકળ્યો હતો. પરંતુ, તે પરત આવ્યો ન હતો. જાણવા મળ્યું છે કે, થોડા સમયમાં તમામ મિત્રો આદિત્યસિંહને શોધવા નીકળ્યા ત્યારે બાજુમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આદિત્યસિંહ ઘવાયેલ હાલતમાં મળી આવ્યો હતો. આરોપી અમિત, રોહિત ઉર્ફ વિક્કી અને રીતુરાજે તેને ચપ્પુના ઘા મારતાં આદિત્યસિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અમિત, રોહિત અને રીતુરાજ અમિતકુમારને માર મારતા હતા. આ દરમિયાન, તેમના મિત્ર બોબી યાદવે આદિત્યસિંહને બચાવ્યો હતો. તે સમયે આદિત્યસિંહની બાઈક બંધ પડી ગઈ હતી. તેની બાઈક શરૂ થઈ તે પહેલાં આરોપીઓ ત્યાંથી આગળ ચાલ્યા ગયા હતા. થોડા સમયમાં બાઇક શરૂ થઈ અને આદિત્યસિંહ ત્યાંથી આગળ ગયો ત્યારે આરોપીઓ દ્વારા ફરીથી તેને પકડી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.