સુરતીઓ હવે જાહેરમાં કચરો ફેંક્યો તો ખેર નહિ! એવું સન્માન કરવામાં આવશે જે કદી વિચાર્યું પણ નહિ હોય- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના ઉધના(Udhana) વિસ્તારમાં વિજયાનગર ખાતે કચરાથી કંટાળીને એક અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં યુવાપ્રમુખ અને સ્થાનિકો દ્વારા કચરો ફેંકતા લોકોને પકડીને પુષ્પ હાર પહેરાવવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા અધિકારીઓને અનેક ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિક યુવાનોએ એક અનોખી મુહિમ શરૂ કરી છે. અનેક લોકોને હાર પેહરાવતા દૃશ્યો હાલ સોશિયલ મીડિયા(Social media)માં વાઇરલ થઇ રહ્યા છે.

આ અંગે વિશે માહિતી મળી રહી છે કે, સુરત શહેરમાં ગંદકી ફેલાવનાર લોકોને જાગૃત કરવા માટે ફૂલહાલ પહેરાવી કચરો નહિ નાખવા માટેની ટકોર કરવામાં આવી રહી છે. શહેરના ઉધનાવિસ્તારના વિજયાનગરમાં ગંદકીના સામ્રાજ્યથી કંટાળી સ્થાનિકોએ અનોખી પહેલ શરૂ કરી છે.

ગંદકીને દૂર કરવા સ્થાનિકો દ્વારા અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓે દ્વારા કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા હવે સ્થાનિકોએ નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં જાહેરમાં કચરો ફેંકવા આવનાર લોકોને ફૂલહાર પહેરાવી ગંદકી ના ફેલાવવા માટેનો એક સંદેશ આપવામાં આવી રહ્યો છે. કચરો ફેંકવા આવતા લોકોને સ્થળ પર જ ફૂલહાર પહેરાવવામાં આવે છે અને આવી રીતે જાહેરમાં ગંદકી ના ફેલાવવાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકોને ફૂલહાર પહેરાવી સમજાવ્યાનો અને સંદેશ આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના પોશ વિસ્તારોને બાદ કરતાં ઉધના, પાંડેસરા, ભેસ્તાન, લીંબાયત જેવા વિસ્તારોમાં તદ્દન અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલે ઢગલા પડેલા દેખાઈ રહ્યા છે, જેના લીધે લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, શાસકો અને સુરત મહાનગર પાલિકાના તંત્રએ સુરતને કન્ટેનર મુક્ત બનાવવાની લ્હાયમાં ગંદકી યુક્ત શહેર બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *