સામાન્ય રીતે કોઈ પણ મહાનગરપાલિકા તેના શહેરનો વિકાસ કેવી રીતે થાય, આ વિષય પર તે કામ કરે છે. લોકોની દરેક સાચવણી કેવી રીતે કરવી આ એક મહાનગરપાલિકાની જવાબદારી છે. પરંતુ નેતાઓ- અધિકારીઓ દ્વારા આમાં પણ કરોડોની કટકી કરી પોતે પોતાના ખીસા ભરતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.
સુરતમાં મહાનગરપાલિકા દ્વારા આખા શહેરમાં કચરાપેટી મુકવામાં આવે છે. જેનાથી લોકો તેના ઘરનો કચરો બહાર ગમે ત્યાં ના ફેકે પરંતુ યોગ્ય સ્થાને જ્યાં કચરાપેટી મુકવામાં આવી છે તેના નાખે. સુરત મહાનગરપાલિકા આવી કરોડોની કચરાપેટી શહેરભરમાં મુક્તિ હોય છે. પરંતુ 3 કરોડના ડસ્ટબીન મામલે ભાજપના ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે. આ આરોપ કરનાર ધારાસભ્ય હર્ષ સંઘવી છે.
હર્ષ સંઘવીનો આરોપ છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મુકવામાં આવેલા 3 કરોડના ડસ્ટબીનમાં ગેરરિતી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ખાનગી એજન્સીએ ડસ્ટબીનમાં કૌભાંડ કરી 3 કરોડથી વધુના ડસ્ટબીન ખરીદ્યા છે. અને મહાનગરપાલિકાના અધિકારીઓએ ગેરરીતિ આચરી પોતાના ઘરમાં રૂપિયા ભર્યા છે.
અને સાથે-સાથે જણાવ્યું છે કે શહેરમાં મુકવામાં આવેલા ડસ્ટબીનને મેન્ટેન નથી કરવામાં આવતા. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સુરતની જનતા સાથે અધિકારીઓએ છેતરપિંડી આચરી છે. જેથી આ મામલે મહાનગરપાલિકા કમિશનર યોગ્ય તપાસ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.