દેશમાં આજદિવસ કોઈ નથી કરી શક્યું તે સુરત મહાનગરપાલિકાએ કરી દેખાડ્યું અને રચ્યો ઈતિહાસ

ભારત દેશમાં આજદિન સુધી કોઈએ પણ નથી કરી બતાવ્યું તે સુરત મહાનગરપાલિકાએ કરીને દેખાડ્યું. સુરત મહાનગરપાલિકા આજે ધોરણ 11ના 24 વર્ગ શરૂ કરવા સાથે ઉચ્ચતર…

ભારત દેશમાં આજદિન સુધી કોઈએ પણ નથી કરી બતાવ્યું તે સુરત મહાનગરપાલિકાએ કરીને દેખાડ્યું. સુરત મહાનગરપાલિકા આજે ધોરણ 11ના 24 વર્ગ શરૂ કરવા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી દેશની પહેલી નગરપાલિકા બની ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ સ્કૂલના તમામ 24 વર્ગમાં 1562 વિદ્યાર્થીઓમાંથી 1562 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સુરત મહાનગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા સાથે સાથે આરોગ્ય ઉપરાંત હવે શૈક્ષણિક સુવિધાઓ પણ આપી રહી છે અને શૈક્ષણિક સુવિધાઓમાં આગળ વધી રહી છે. આજે સુરત મહાનગરપાલિકા ધોરણ 11 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ના કુલ 24 વર્ગો શરૂ કર્યા છે.

સુરત મહાનગરપાલિકાના સેન્ટર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સુરત ના મેયર એવા હેમાલીબેન બોઘાવાલાએ જણાવતા કહ્યું હતું કે, વર્ષો પહેલા વાલીઓના બાળકો જેવો આર્થિક પરિસ્થિતિને કારણે ધોરણ 10 થી આગળ અભ્યાસ કરી શકતા ન હતા. આવા વિદ્યાર્થીઓ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ધોરણ 11 અને ધોરણ 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવતાં કહ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુરતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક અને દિશા સૂચક બની રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે.

પરંતુ જો અનેક વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા યોગ્ય શિક્ષણ આપવામાં આવતું ન હોવા ની ફરિયાદો કરે તો શિક્ષકોને બદલી નાખવા સુધીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. જેનો મોટાભાગનો ખર્ચો ઉદ્યોગો દ્વારા આપવામાં આવેલ દાન થી સરભર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *